કોંગ્રેસ પાર્ટી દ્વારા પાટણ જિલ્લાની સિદ્ધપુર વિધાનસભા બેઠક પર સીટિંગ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉમેદવાર તરીકે પસંદગી કરાતા તેમના સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ અને મતવિસ્તારના મતદારોમાં આનંદ છવાઈ જવા પામ્યો છે. ત્યારે ચંદનજી ઠાકોરના પાટણ ખાતેના નિવાસ્થાને આતસબાજી કરી તેઓના નામની ઘોષણા ને હર્ષભેર વધારી લેવામાં આવી હતી.
સિધ્ધપુર વિધાનસભા બેઠક પર પુનઃ ચંદનજી ઠાકોરની ઉમેદવાર તરીકે પસંદગી થતા તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા પુનઃ ફરી એકવાર સિદ્ધપુરના વિકાસ માટે તેઓની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે.ત્યારે સિદ્ધપુર વિધાનસભા વિસ્તારના જે પણ વિકાસના કામો અધૂરા રહ્યા છે તે સંપૂર્ણપણે પૂર્ણ કરવા કટિબદ્ધતા સાથે કામ કરીશ સાથે સાથે તેઓએ આગામી વિધાનસભામાં 125 બેઠકો થી વધુ બેઠકો સાથે કોંગ્રેસ સરકાર બનાવશે અને કોંગ્રેસની સરકારમાં સિધ્ધપુર પંથકમાં બે નવીન કોલેજો તેમજ ધાર્મિક સ્થળોના વિકાસ સાથે સિદ્ધપુર પંથકને 365 દિવસ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટેની કામગીરી તેઓ દ્વારા કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપી હતી.
સિદ્ધપુરના ધારાસભ્ય તરીકે લોકોના કામ કરનારા ચંદનજી ઠાકોરની પુનઃ સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે કોંગ્રેસ દ્વારા ઘોષણા કરાતા તેમના પરિવારજનોએ ચંદનજી ઠાકોર નું મોં મીઠું કરી ખુશી વ્યક્ત કરી હતી..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.