આત્મહત્યા કે અકસ્માત?:પાટણ પાલિકાના ફાયર સ્ટાફને ભલાણા કેનાલની સાયફનમાં ફસાયેલી અજાણ્યા શખ્સની લાશ મળી આવી

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા લાશનું પંચનામુ કરીને પીએમ માટે મોકલી આપવામાં આવી
  • સ્થાનિક પોલીસે લાશની ઓળખવિધિ માટે ચક્રો ગતિમાન કર્યા
  • ​​​​​​​શખ્સે આપઘાત કર્યો કે અકસ્માતે કેનાલમાં પડી ગયો તે ઓળખ બાદ માલૂમ થશે

પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલની સાયફનમાંથી અવાર નવાર બિનવારસી લાશો તણાઈને આવતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં ગઈકાલે શુક્રવારે કુરેજા નજીક ભલાણા નર્મદા કેનાલમાં કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ તણાઇને આવી હોવાની જાણ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને થતાં તેમણે ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કાઢી હતી.

કુરેજા નજીક ભલાણા નર્મદા કેનાલમાં કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ તણાઇને આવી હોવાની જાણ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને થઈ હતી. નગરપાલિકાના ફાયર વિભાગના સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈને ભારે જહેમત બાદ સાયફનમાં ફસાયેલી લાશને બહાર કાઢી હતી. પોલીસ તંત્રને જાણ કરાતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી લાશનું પંચનામુ કરી પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી. નોંધનીય છે કે લાશની ઓળખ વિધી માટેનાં ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...