પાટણ શહેરના રાજરત્ન એપાર્ટમેન્ટના રહેણાંક મકાનમાં આજે બુધવારની સવારે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં નગરપાલિકાનો ફાયર વિભાગ સમય ઘટના સ્થળે પહોંચી જતાં તેમણે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જેને લઇને સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. પરંતુ ગ્રાઉન્ડ ફલોર પર આવેલું મકાન બળીને ખાખ થઈ ગયું હતું.
પાટણ શહેરના ગુંગડી શાક માર્કેટની સામે આવેલા રાજરત્ન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા મકાન નંબર 7માં રહેતાં પ્રવીણબેન ભુપેન્દ્રભાઈ સોનીના મકાનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જેના પગલે અફડાતફડી મચી હતી. ઘટનાની જાણ પાટણ ફાયર ફાઈટરને થતાં તેમણે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. તો 108 એમ્બ્યુલન્સ તેમજ વીજ કર્મીઓએ તાત્કાલિક દોડી આવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થવા પામી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.