ભીષણ આગ:સાંતલપુરમાં ચારણકાના સોલારપાર્ક જીઆઈપીસીએલના વિક્રમ સોલર કંપનીમાં આગ લાગી, 2 કરોડથી વધુનું નુકસાનની શક્યતા

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાટ્રાન્સફોર્મર બળીને ખાખ
  • સંતાલપુર ફાયર ફાઈટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

એશિયાના સૌથી મોટા ચારણકા સોલાર પાર્ક જી આઈ પી સી એલ પ્લાન્ટ વિક્રમ સોલર કંપનીના 1 નંબરના 40 મેઘા વોટમાં સાંજે 4 વાગ્યા આસપાસ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેને લઈ દોડધામ મચી હતી. આગના ગોળા દુરદુર સુધી દેખાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જોકે, આગની ઘટનાને લઈ સાંતલપુર ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

સાંતલપુર તાલુકાના ચરણકા સોલાર પાર્કમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગતા આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ત્યાના સ્થાનિક કર્મચારીઓએ આગ બુજાવવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા, જોકે, આગ નહી બુજાતા તાત્કાલિક સાંતલપુર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાન હાનિ થઈ ન હતી. જેને લઈ તમામે રાહત અનુભવી હતી. જોકે, ટ્રાન્સફોર્મર બળીને ખાખ થયું હતું. જેથી અંદાજે 2 થી 3 કરોડનું મોટું નુકસાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ બનાવના પગલે સાંતલપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ કેવી રીતે લાગી તે બાબતે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...