સમાજને મજબૂત કરવાનો હેતુ:પાટણના બાલીસણામાં યોજાયેલા પાંચ ગામ પાટીદાર સમાજના કાર્યક્રમમાં આર્થિક સહાયનાં ચેકોનું વિતરણ કરાયું

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેજસ્વી તારલાઓના સન્માન સાથે આર્થિક સહાયના ચેકોનું વિતરણ કરાયું સમાજના ઉત્થાન માટે આજના સમયમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે: મુકેશભાઈ પટેલ

આજના સમયમાં દરેક સમાજ પોતાના સમાજ સંગઠનની ભાવનાને ઉજાગર કરવા કમર કસી રહ્યો છે. ત્યારે પાટણ પાંચગામ સમાજના પાટણ વાડા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા

રોજ મંડળની વાર્ષિક સાધારણ સભા, તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને આર્થિક સહાયનાં ચેકોનું વિતરણ એમ ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન બાલીસણા મુકામે શેઠ સી.વી.વિધાલય કેમ્પસ ખાતે સમાજ આગેવાનોની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.

પાટણ વાડા પાટીદાર કેળવણી મંડળ દ્વારા આયોજીત આ ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સમાજના સન્માનિય મહાનુભાવોમાં પાટણને શૈક્ષણિક અને આરોગ્યની આગવી સેવાઓ પુરી પાડનાર વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન ટ્રસ્ટનાં આધસ્થાપક ચેરમેન અને અનેકવિધ સંસ્થાઓ સાથે તન મન અને ધનથી હંમેશા સંકળાયેલા પાટીદાર સમાજના આગેવાન મુકેશભાઈ પટેલ તેમજ મૂળ વાલમના વતની અને હાલમાં યુએસએ ખાતે રહેતા જયંતિભાઈ રામજીભાઈ પટેલ, બાલીસણાનાં સામાજિક કાયૅકર મૂળચંદભાઈ નાથાભાઈ પટેલ, ભાન્ડુ ગામના પૂર્વ સરપંચ કલ્પેશભાઈ કાંતિલાલ પટેલ સહિતના મહાનુભાવો એ ખાસ ઉપસ્થિત રહી સમાજ સંગઠનની ભાવનાને વેગવતી બનાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુકેશભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં સમાજના ઉત્થાનમાં હંમેશા સહિયોગી બનેલા ડો.કાનજીભાઈ પટેલ,ડો.ભારતીબેન પટેલ, કાંતિભાઈ અમીન,વાલીબેન પટેલ, ઉધોગપતિ અમરતભાઈ પટેલ, જતીનભાઈ પટેલ,કમલેશ મોહન પેઢીના ભરતભાઈ પટેલ સહિતના મહાનુભાવોનાં કાયૉની મુક્ત મને સરાહના કરી તેજસ્વી તારલાઓને સન્માનિત કરતાં જણાવ્યું હતું કે સમાજની જરૂરિયાત મંદ પરિવારની દિકરીઓ કે જે પોતાના એમ કે શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરવા ઈચ્છતી હોય અથવા અભ્યાસ કરતી હોય તેના માટે શૈક્ષણિક ફી માં 25% ફી માફીની તેઓએ તત્પરતા દશૉવી દિકરા દિકરીઓને શિક્ષણ મેળવવા ઉપર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે મંડળની વાર્ષિક સાધારણ સભાનાં હિસાબો તપાસી સવૉનુમતે મંજુર કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. સાથે સાથે ઉપસ્થિત સમાજના આગેવાનો નાં વરદ હસ્તે આર્થિક સહાયના ચેકોનું વિતરણ કરી ત્રિવિધ કાર્યક્રમ ને સંપન્ન કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભોજન દાતા તરીકે લલ્લુભાઈ પટેલ, મુલચંદભાઈ પટેલ અને ડો. કાનજીભાઈ પટેલ પરિવારે સહયોગ સાંપડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...