તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મ શૂટિંગનું હબ સિદ્ધપુર:યુરોપિયન સ્ટાઇલવાળા બાંધકામ ધરાવતા નગરમાં થાય છે ફિલ્મોનું શૂટિંગ, શાહરુખથી લઇને રાજામૌલીની ફિલ્મો થઇ છે શૂટ

પાટણએક મહિનો પહેલા
  • હાલ 'હેપી બર્થડે સીતા' તમિલ ફિલ્મનું શૂટિંગ કરાઈ રહ્યું છે
  • સિદ્ધપુરમાં સાઉથ અને બોલિવૂડની ફિલ્મોની શૂટિંગ કરવામાં આવે છે
  • અનેક વર્ષોથી ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુરની વ્હોરવાડ ફિલ્મ શૂટિંગ માટે મોસ્ટ ફેવરિટ
  • શાહરુખ ખાનની રઇશ, મિત્રો ફિલ્મનું કમરીયા સોંગ અને રાજામૌલીની 'RRR' ફિલ્મનું પણ શૂટિંગ થયું છે

ગુજરાતમાં અનેક એવા લોકેશન આવેલા છે જે ફિલ્મ શૂટ કરવા માટે મોસ્ટ ફેવરિટ હોય છે. અનેક ફિલ્મોના શૂટિંગ ગુજરાતના વિભિન્ન લોકેશન પર કરવામાં આવ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં આવેલું અને યુરોપિયન સ્ટાઇલવાળા બાંધકામથી જાણીતું સિદ્ધપુર બોલિવુડ અને સાઉથની ફિલ્મો માટે ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. હાલ સિદ્ધપુરમાં તમિલ ફિલ્મ 'હેપી બર્થડે સીતા'નું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક શહેરમાં શાહરુખ ખાનથી લઇને બાહુબલી ફેમ એસએસ રાજામૌલીની ફિલ્મોનું પણ શૂટિંગ કરવામાં આવ્યું છે.

વ્હોરવાડમાં અલગ-અલગ સેટ લગાવાયા
સિદ્ધપુરના વ્હોરવાડમાં તમિલ ફિલ્મ 'હેપી બર્થડે સીતા'ના શૂટિંગ માટે અલગ અલગ સેટ ઉભા કરવામાં આવ્યા છે. વ્હોરવાડમાં ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું હોવાથી સિદ્ધપુરવાસીઓ મોટી સંખ્યામાં ફિલ્મનું શૂટિંગ જોવા ઉમટી પડ્યા હતા. આ ફિલ્મમાં હીરો દિલકર સલમાન અને હિરોઇન મૃનાલ ઠાકુર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે.

સિદ્ધપુરમાં અગાઉ કઈ કઈ ફિલ્મોના શુટિંગ થયા છે
સિદ્ધપુર છેલ્લા કેટલાક વર્ષથી હિન્દી ફિલ્મનું શુટિંગ ઉતારવા માટેનું સ્થળ બની ગયું છે. જેમાં સિદ્ધપુરમાં વ્હોરવાડમાં શાહરુખ ખાનની ફિલ્મ 'રઈશ', "મિત્રો" ફિલ્મનું ગીત 'કમરીયા' તેમજ 'બાહુબલી' ફેમ ડિરેકટર એસ.એસ.રાજમૌલિની ફિલ્મ "RRR"નું શુટિંગ થયું છે. કેવડિયા ખાતે વિશ્વની સૌથી મોટી 182 ફૂટની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની એડવર્ડટાઇઝનું શુટિંગ પણ સિદ્ધપુરમાં વ્હોરવાડમાં થયું હતું.

યુરોપની ગલીઓમાં ફરતા હોવ તેવો અહેસાસ
સિદ્ધપુરમાં વસતા વહોરા મુસ્લિમ બિરાદરો દ્વાર બનાવામાં આવેલી હવેલી જેવા ભવ્ય મકાનો દેખાવ 100 વર્ષ જૂના યુરોપિયન સ્ટાઇલવાળા આજે પણ હારબંધ ઊભા છે અને સિદ્ધપુરની શોભામાં વધારો કરે છે. આ સ્થળેથી તમે સંધ્યાકાળે પસાર થતા હોય ત્યારે અહીંયાના ઘરોની બહાર લગાવેલા લેમ્પની લાઇટો જોતાં તમને એવો અહેસાસ થશે કે જાણે તમે યુરોપની ગલીઓમાં ફરી રહ્યા છો.

સિદ્ધપુરના જોવાલાયક સ્થળ
ઐતિહાસિક શિલ્‍પ સ્થાપત્યનો બેનમૂન અજોડ નમુનો એટલે સિધ્‍ધપુરનો રૂદ્રમહાલય, પ્રાચીન ગ્રંથો મુજબ પાટણપતિ મુળરાજે આ રૂદ્રમહાલયના બાંધકામનો પ્રારંભ કરેલ અને અધુરૂ કામ સોલંકી યુગના રાજા સિધ્‍ધરાજ જયસિંહે કર્યું હતું. ભુતકાળનો ભવ્‍ય રૂદ્રમહાલય આજે તો ખંડેર સ્‍વરૂપે ઉભો છે. તેની બારીક ભવ્‍ય કોતરણી આપણને દિગ્‍મુઢ કરી દે તેવી છે.

અન્ય સમાચારો પણ છે...