પાટણ શહેરના રામનગર વિસ્તારમાં મંગળવારે રાત્રે બે આખલાઓ લડતાં રમી રહેલ બાળકને અડફેટે લેતાં શરીર અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયું હતું. પાટણના રામનગર વિસ્તારમાં એક માસમાં બીજીવાર આખલાઓના યુદ્ધમાં હડફેટે લેવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રામનગરના બાદીપુર વિસ્તારમાં મંગળવારે રાત્રે બે આખલા લડતાં લડતાં અચાનક પોળમાં દોડી આવતા પસાર થઈ રહેલા એક બાળકને હડફેટે લીધું હતું.
આખલાની હડફેટે આવતાં બાળકને મોઢાના ભાગે અને માથાના ભાગે ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે લઈને દોડ્યા હતા. થોડા દિવસ અગાઉ વિસ્તારમાં રમી રહેલા બાળકને ગાયે સિંઘડાંથી ફંગોળી પટક્યો હતો. સદનસીબે ઇજાઓ થઈ ન હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.