તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પતિ-પત્ની વચ્ચે મનદુ:ખ થતાં સમાધાન માટે મળેલી સામાજિક બેઠકમાં મારામારી

પાટણ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંને પક્ષોના 8 શખ્સો સામે ચાણસ્મા પોલીસમાં ફરિયાદ નોંધાઈ

પતિ-પત્ની વચ્ચે મનદુઃખ થતાં મહિલા રીસણે બેઠી હોવાથી તેનો સામાજિક રીતે નિકાલ લાવવા માટે ચાણસ્મા રોયલ હોટલ ખાતે બંને પક્ષોની સામાજિક બેઠક મળી હતી જેમાં બે પક્ષો વચ્ચે મારામારી થતા સામસામે 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.

અમદાવાદના વેજલપુર ખાતે રહેતા વેપારી દેવાભાઈ કરશનભાઈ રબારીના દીકરાની વહુ રીસણે બેઠી હોઈ સામાજિક નિકાલ માટે ચાણસ્મા રોયલ હોટલ પાસે દેવાભાઈ રબારી કંથરાવીના બળદેવભાઇ રબારી સહિતના લોકોએ સામાજિક બેઠક કરી હતી તે બેઠકમાં કોઈ નિકાલ આવ્યો ન હતો તેનું મનદુખ રાખી ઊંઝા તાલુકાના કંથરાવી ગામના બળદેવ ભાઈ જીવાભાઈ રબારી સહિતના 7 શખ્શો લાકડી,લોખંડની પાઇપ જેવા હથિયારો ધારણ કરી દેવાભાઈ રબારી અને અન્ય વ્યક્તિઓ સાથે મારામારી કરી હતી. દેવાભાઈએ ચાણસ્મા પોલીસમાં કંથરાવી ગામના બળદેવભાઈ જીવાભાઇ રબારી, અમૃતભાઈ ગાડાભાઈ રબારી લાલાભાઇ ધીરાભાઈ રબારી હિતેશભાઈ ગાન્ડાભાઈ રબારી વિરમભાઈ તેજાભાઈ રબારી ઐઠોર ના ચેહર ભાઈ રબારી અને સિદ્ધપુરના ગોવિંદભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે ઊંઝા તાલુકાના કંથરાવી ખાતે રહેતા અમૃતભાઈ ગાડાભાઈ દેસાઈની બહેનના લગ્ન વેજલપુર ખાતે રહેતા રાજુભાઈ દેવાભાઇ દેસાઈ સાથે કરેલા હતા પરંતુ છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે મનદુઃખ ના કારણે અમૃતભાઈ દેસાઈની બહેન રીસણે બેઠેલી હતી આ બાબતે સામાજિક નિકાલ કરવા માટે બેઠક કરી હતી તે વખતે રાજુ દેસાઈએ અમૃતભાઈ દેસાઈને અપશબ્દો બોલતા અમૃતભાઈએ તેને અપશબ્દો બોલવાની ના પાડતા તેણે અમરતભાઈના ખભા ઉપર લાકડી મારતા ઇજાઓ થઇ હતી. જેથી આ અંગે ચાણસ્મા પોલીસ મથકે રાજુભાઈ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો