મારામારી:ખેતરના ચોમાસુ પાણીના નિકાલ લઇને બે ખેડૂતો વચ્ચે મારામારી

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શંખેશ્વર તાલુકાના પંચાસરા ગામનો બનાવ

શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે રહેતા કનુભાઇ નનુભાઇ ગોહીલ (નાડોદા) ખેતર જતા હતા ત્યારે ગોહીલ સુરેશભાઇ માદેવભાઇ તેમના ખેતરના શેઢે ઉભા હતા તે વખતે કનુભાઇઅે કહેલ કે નામદાર કાર્ટનો હુકમ હોવા છતાં તમે અમારા ખેતરના ચોમાસુ પાણીના નિકાલનો માર્ગ કેમ બંધ કરેલ છે.

તેવુ કહેતા ગોહિલ સુરેશભાઇ કહેવા લાગેલા કે મારા બોર ઉપર જવા અાવવાનો રસ્તો બનાવેલ છે, તમારા ખેતરના પાણીનો નિકાલ જયાં કરવો હોય ત્યાં કરજો, મારા ખેતરમાંથી પાણી કાઢવાનું નથી તેમ કહિ ગાળો બોલી ઉશ્કેરાઇ જઇ મારવા ધસી જતાં તેને સમજાવેલ અને ત્યાથી નિકળી ગયેલ અને જતા જતા જાનથી માર નાખવાની ધમકી અાપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...