મારામારી:સમીના ગાજદીનપુરામાં બે પરિવાર વચ્ચે મારામારી

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમી પોલીસ મથકે પાંચ વિરુદ્ધ સામસામે ફરિયાદ

સમી ના ગાજદીનપુરા ગામે બે પરિવાર સભ્યો કોઇ કારણોસર ઝઘડ્યા હતા.બન્ને પક્ષે મારમારી થતાં અા અંગે ઇજાગ્રસ્તે સમી પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી હતી.

સમી તાલુકાના ગાજદીનપુરા રહેતા સોમાજી દલુજી ઠાકોર તેમના ભાઇ સાથે બિસ્મીલ્લાબાદ ગામે બેસણામાં જવા સોમવારે સવારે ગાજદીનપુરા દાદકા ચોકડીએ ઉભા હતા.તેમના ગામના ત્રણ શખ્સો ઉભા રાખીને અપશબ્દો બોલીને ઉશ્કેરાઇ ધોકા અને લાકડીથી માર મારીને ઇજાઅો પહોચાડી હતી. અા અંગે ઇજાગ્રસ્તે સમી પોલીસ મથકે ઠાકોર હરીભાઇ બોઘાભાઇ રહે.ગાજદીનપુરા, ઠાકોર નાનજીભાઇ હરીભાઇ રહે.વાઘપુરા અને ઠાકોર ગોપલભાઇ વિનુભાઇ રહે.વાઘપુરા સામે ફરિયાદ નોંધાવી હતી. જયારે સમીના ગાજદીનપુરા રહેતા હરીભાઇ બોઘાભાઇ ઠાકોર સોમવારે તેમના બે શખ્સે માર મારતા ઇજાગ્રસ્તે સમી પોલીસ મથકે ઠાકોર સોમાજી દલુજી રહે.વાઘપુરા અને ઠાકોર ભુપતજી દલુજી રહે.વાઘપુરા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...