તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:એવાલ ગામે સિક્યુરીટી રાખવા બાબતે 2 જુથ વચ્ચે મારામારી, 11 સામે ફરિયાદ

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોકરીએ આવવાની ના કહી તોય કેમ આવ્યા કહીં હુમલો
  • સાંતલપુર પોલીસે બંને પક્ષે નામજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

સાંતલપુર તાલુકાના અેવાલ ગામે રહેતા વજાભાઇ જીવણભાઇ અાહીરની સિક્યુરીટી કંપનીમાં કાનાભાઇ સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોઇ અને જેઅો અવાર નવાર ગેરહાજર રહેતા હોઈ અને સમયસર ફરજ ઉપર અાવતા ન હોઈ અને ફરજ ઉપર અાવીને સૂઇ જતા હોવાની રજુઅાત સિક્યુરીટી સુપરવાઇઝર વિમરભાઇ અાહીરે તેઅોને ત્રણ દિવસ અગાઉ મહિનો પુરો થયેથી ફરજ ઉપર ન અાવવા કહેલ, તેની અદાવત રાખની મંગળવારે સવારે સોલર કંપનીના ગેટની બહાર સાત શખ્સો અાવીને લોખંડની પાઇપ લાકડી ધોકા વડે માર મારી કરી ચાર વ્યકતીઅોને ઇજાઅો પહોચાડી હતી.

જયારે ધોકાવાડાના કાનાભાઇ હમીરભાઇ અાહિર રિન્યુ સોલાર પ્લાન્ટના સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાતા હતા. તે વખતે ચાર શખ્સો અાવીને કહેલ કે તને નોકરીઅે અાવાવની ના પાડેલ છે તેમ છતા કેમ અાવે છે તેમ કહિ ચાર શખ્સો માર મારતાં ફરિયાદ નોંધાઈ છે.

કોની કોની સામે ફરિયાદ

  • અાહીર હીરાભાઇ વાઘાભાઇ, અાહીર હમીરભાઇ ખોડાભાઇ, અાહીર વાલાભાઇ , અાહીર રાજાભાઇ પરબતભાઇ, અાહીર વિરમભાઇ રત્નાભાઇ, અાહીર અાલાભાઇ ખોડાભાઇ અને અાહીર કાનાભાઇ હમીરભાઇ (ધોકાવાડા)
  • અાયર બાબુભાઇ પુંજાભાઇ , અાયર બાબુભાઇ જહાભાઇ, અાયર વિરમભાઇ જહાભાઇ અને અાયર રામાભાઇ જહાભાઇ (વૌવા)
અન્ય સમાચારો પણ છે...