ફરિયાદ:કુણઘેર ગામે રસ્તામાં પાણી ઢોળવા બાબતે બે પરિવાર વચ્ચે મારામારી

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાકડી, પાવડા અને ગદડાપાટુનો માર મરાયો
  • તાલુકા પોલીસ મથકે પાંચ સામે ફરિયાદ નોંધાઈ

પાટણ તાલુકાના કુણઘેર ગામે બે પરીવાર વચ્ચે રસ્તામાં પાણી ઢોળવા બાબતે બોલાચાલી થતાં સામ સામે અાવી ગયા હતા. અા અંગે પાટણ તાલુકા પોલીસ મથકે સામ સામે 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી.

કુણઘેર ગામે રહેતા લીલાબેન પ્રવિણભાઇ પરમાર ઘર અાગળ પાણી ઢોળવા બાબતે કહેવા તેમના વિસ્તારમાં રહેતા ઇસાબેન કરશનભાઇ કહેવા ગયા હતા. અા બાબતે સામ સામે બોલાચાલી થઇ હતી. જેમાં પાવડો, લાકડી તેમજ ગડદાપાટુ માર મારી સામ સામે ચાર શખ્સોને ઇજાઅો પહોચી હતી. અા અંગે બન્ને પક્ષોઅે પાટણ તાલુકા પોલીસ મથકે 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

કોની સામે ફરિયાદ
પરમાર ઇસાબેન કરશનભાઇ, પરમાર કરશનભાઇ પરમાભાઇ
(સામે પક્ષે) પરમાર લીલાબેન પ્રવિણભાઇ, પરમાર પ્રવિણભાઇ ત્રિભોવનભાઇ અને પરમાર ડાયીબેન ત્રિભોવનભાઇ

અન્ય સમાચારો પણ છે...