તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:પાટણ શહેરની સ્વચ્છતાના મૂલ્યાંકન માટે 500 જેટલા લોકોનાં ફીડબેક લેવાયા, 150 સાઈટની ફોટોગ્રાફી કરાઈ

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
શહેરમાંથી ઉલેચાતો કચરો ડમ્પીગ સાઈટ પર નાખવામાં આવી રહ્યો છે. - Divya Bhaskar
શહેરમાંથી ઉલેચાતો કચરો ડમ્પીગ સાઈટ પર નાખવામાં આવી રહ્યો છે.
 • પાટણમાં કવોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયા દ્વારા ચાલતું સ્વચ્છતા સર્વેક્ષણ બે દિવસમાં પૂર્ણ થશે

કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષની જેમ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અંતર્ગત શહેરોની સ્વચ્છતાના મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં પાટણ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયાની બે ટીમો શહેરમાં સર્વેક્ષણના કામમાં લાગી છે જેમાં એક ટીમ દ્વારા સિટીઝન ફીડબેક લેવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી ટીમ દ્વારા શહેરની અલગ-અલગ સાઇટો પર જઈને સ્વચ્છતાનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે જેને લઇ પાલિકા સ્વચ્છતા તંત્ર એલર્ટ થઈ કામે લાગ્યું છે.

શહેરમાં વિવિધ સ્થળો પર હજુ સંપૂર્ણ સ્વચ્છતાનો માહોલ પેદા કરી શકાયો નથી. ડોર ટુ ડોર કચરો લેવાઈ રહ્યો છે અને ડમ્પિંગ સાઇટ પર નિકાલ કરવામાં આવી રહ્યો છે જેના લીધે કચરા અને ગંદકીની પહેલા જેવી ફરિયાદો નથી પરંતુ જાહેર શૌચાલયો, સાંકડા માર્ગો, બે ત્રણ રસ્તા જેવા આંતરિક શેરી માર્ગો તેમજ તમામ વોર્ડના કેટલાક પરંપરાગત ગંદા પોઇન્ટ અને પડતર પ્લોટોમાં કચરા અને અસ્વસ્છતાનો માહોલ યથાવત રહે છે. ચૂંટણી અગાઉ દિવ્ય ભાસ્કરની વોર્ડ વિસ્તાર મુલાકાતમાં આ હકીકતો ધ્યાને આવી હતી.

આ ઉપરાંત પાણીની પાઇપ, ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થવાના કારણે રોજ બરોજ એકાદ-બે વિસ્તારોમાં ગંદા પાણી વહેતા થવાનો પ્રશ્ન રહે છે. નગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે કરવામાં આવી રહેલા પ્રયાસને અંતે 2020 માં સ્વચ્છતા સર્વેક્ષણમાં પાલિકા દેશમાં 191 માં ક્રમે હતી, રાજ્યમાં 21 મો નંબર હતો હાલમાં જે સર્વેક્ષણ ચાલી રહ્યું છે તે બે દિવસમાં પૂરું થઈ જશે. કવોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયાના કર્મચારીના જણાવ્યા મુજબ ત્રણ દિવસમાં 500 થી વધુ લોકોના ફીડબેક લેવામાં આવ્યા છે. જ્યારે 150 થી વધુ સ્થળ નિરીક્ષણ અને ડમ્પિંગ સાઈડની મુલાકાત કરવામાં આવી છે. શહેરમાં દરરોજ 45 ટન ઘન કચરો ઉલેચવામાં આવે છે અને છેલ્લા બે માસથી સ્વચ્છતા સર્વેક્ષણની પ્રોસેસ ચાલી રહી હતી તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો