તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:સાસરિયાનાં ત્રાસથી કંટાળી પાટણના ખાનપુરની પરિણીતાનો આપઘાત

પાટણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • મહિલાએ કેરોસીન છાંટી અગનપછેડી ઓઢી મોત વહાલું કર્યું
 • મહિલાના ભાઈએ પતિ સહિત છ સામે પોલીસ ફરિયાદ નોંધાવી

પાટણ તાલુકાના ખાનપુર ગામે પરિણીત મહિલાએ સાસરિયાના ત્રાસથી કંટાળી શરીર પર કેરોસીન છાંટી આપઘાત કર્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ પતિ સહિત 6 સામે ફરિયાદ નોંધાવી હતી. સાસરીયાં સામે ફરિયાદ નોંધાતાં ફરાર થઈ જતાં પોલીસે શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.પાટણ તાલુકાના ખાનપુર (રાજકુવા) ગામે રહેતાં ચંપાબેન વાસુભાઇ રબારીને તેના પતિ, દિયર, સસરા, સાસુ અને નણંદ છેલ્લા દસ વર્ષથી અવારનવાર મહેણા ટોણા મારી હેરાન પરેશાન કરતા હતા.

આ બાબતે તે રિસામણે તેના પિયર કુવારા ગામે ગઈ હતી, સમાજના લોકો દ્વારા સમજાવીને એને ફરીથી સાસરે મોકલી હતી. સાસરિયાના ત્રાસથી ત્રસ્ત બનેલી મહિલાએ શરીર પર કેરોસીન છાંટી રવિવારે સાંજે શરીરને આગ લગાવી હતી. આગમાં ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક ધારપુર ખાતે સારવાર અર્થે ખસેડી હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. તેને ધારપુર ખાતે પીએમ કરી તેનો મૃતદેહ વાલીવારસોને સોંપયો હતો.

આ અંગે મૃતકના ભાઈ રમેશભાઈ અમૃતભાઈ રબારીએ પાટણ તાલુકા પોલીસ મથકે વાસુભાઇ ઇશ્વરભાઇ રબારી, વિરમભાઈ ઇશ્વરભાઇ રબારી, ઇશ્વરભાઇ સાંકાભાઈ રબારી, તખીબેન ઇશ્વરભાઇ રબારી, હરપાલભાઇ ઇશ્વરભાઇ રબારી અને રમીલાબેન ઇશ્વરભાઇ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસ અધિકારી પી.આઈ જી. એસ.પઠાણ જણાવ્યું હતું કેમૃતદેહ લેવા પણ સાસરિયા વાળા આવ્યા હતા તેથી પિયર પક્ષવાળા મૃતદેહ લઈ જઈ અગ્નિ સંસ્કાર કર્યા હતા, હાલ તમામ આરોપી ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો