સમસ્યા:પાટણ નગરપાલિકા વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા મચ્છર જન્ય રોગચાળો ફેલાવાની ભીતિ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણના રેલવે ગરનાળા પાસે છેલ્લા ત્રણ દિવસથી કચરાના ઢગલા શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ઠેર-ઠેર સર્જાયેલી ગંદકીની સમસ્યા દૂર કરવાની માંગ કરાઈ

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સરકાર દ્વારા દરેક મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને પોતાનું શહેર સ્વચ્છ અને સુંદર બનાવવા દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ ભાજપ શાસિત પાટણ નગરપાલિકા વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયુ છે. ત્યારે પાટણ નગરપાલિકા શહેરીજનોને સુવિધા પુરી પાડવામાં સદંતર નિષ્ફળ નિવડી હોય તેવું લાગી રહ્યું છે.

પાટણ શહેરમાં પડેલા વરસાદ બાદ જાહેર રસ્તા પર છેલ્લા કેટલાય દિવસથી ગંદકી ખડકાયેલી જોવા મળી રહી છે. માર્ગો પર એકત્ર થયેલી ગંદકીના કારણે મચ્છર જન્ય રોગચાળો ફેલાવાની ભીતિ લોકોમાં સેવાઇ રહી છે. તેમજ શહેરની જનતા હોસ્પિટલ નજીક પણ વરસાદના કારણે તણાઈને આવેલી ગંદકી જોવા મળી રહી છે. તેના કારણે અહિં સારવાર અર્થે આવતા દર્દીઓ સહિત તેઓનાં પરિવારજનો પણ બિમારીમાં સપડાય તેવી ભીતિ ઉભી થઈ છે. એક તરફ પાટણ શહેર ભાજપ પ્રમુખ ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માટે સમક્ષ અને અગ્રેસર હોવાનાં બણગાં ફૂંકી રહ્યા છે. ત્યારે બીજી તરફ શહેરની વાસ્તવિકતા જોતા પાટણ નગરપાલિકા શહેરીજનોને સુવિધા પુરી પાડવામાં સદંતર નિષ્ફળ નિવડી હોય તેવું લાગી રહ્યું છે.

પરશુરામ ચોક પાસે પણ કચરાના ઢગલાશહેરમાં ઠેર ઠેર સર્જાયેલી ગંદકીની સમસ્યાને લઇ શહેરના જાગૃત નાગરિક દિપકભાઈ પટેલે પોતાનો બળાપો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પાટણ નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા કચરા અને ગંદકી માટેની મોટી-મોટી ગુલબાંગો ફુકવા છતાં આજે પાટણના રેલવે ગરનાળા પાસે છેલ્લા ત્રણ દિવસથી કચરાના ઢગલા ઉપાડ્યા નથી. તેમજ શહેરના પરશુરામ ચોક પાસે પણ કચરાના ઢગલા જેવા હતા તેવી જ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે.

વહિવટી તંત્ર શહેરને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરે તેવી માંગરેલવે ગરનાળા વિસ્તારોમાં વરસાદ થાય ત્યારે આ તમામ કચરો વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી લાઈનમાં ભરાય જાય છે અને આ કચરો આનંદ સરોવર સુધી પહોંચી જાય છે જેથી વરસાદી પાણીની ચેમ્બરો વારંવાર ચોક અપ બનવાની સ્થિતિ ઉભી થતી હોય છે. ત્યારે પાલિકાના સત્તાધીશો શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને શહેરમાં ઠેર-ઠેર સર્જાયેલી ગંદકીની સમસ્યા દૂર કરે તેમજ સાચા અર્થમાં પાટણ શહેરને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...