માંગ:રાધનપુરમાં ગટરોની સફાઈ નહીં થાય તો 2015 જેવું પાણી ભરાવવાની ભીતિ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા પહેલાં કચરાના ઢગલાઓ,ગંદકીથી ઊભરાતી ગટરો સાફ કરવા માંગ

રાધનપુર નગરપાલિકા દ્વારા રોજબરોજ વેરા વસુલાત કરવા માટે રીક્ષા ફેરવવામાં આવે છે પરંતુ વર્ષોથી ગંદકીથી ઊભરાતી ગટરો સાફ કરવામાં નથી આવતી જેથી શહેરમાં કે,બી હાઈસ્કૂલ માંડી જલારામ સોસાયટી, લાલબાગ સુધી રોજ ઊભરાતી ગટરોના ગંદા પાણી શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરતાં આમ જનતા પરેશાન થઈ ગઈ છે અને વેપારી વર્ગ પણ ધંધા રોજગાર કરી શકતા નથી. આ બાબતે અસંખ્ય વખત વેેપારીઓ દ્વારા રૂબરૂમાં રજુઆત કરવા છતાં કાર્યવાહી કરાતી નથી ત્યારે ચોમાસું શરૂ થવાની તૈયારી હોઈ ફફડાટ શરૂ થયો છે.

વેપારીઅોના જણાવ્યા મુજબ શહેરમાં વર્ષો પહેલાં હાઈવેથી મંડાઈ ચોક, ભરવાડ વાસ અને દરેક સોસાયટીઓની ગટરો સાફ કરવામાં આવતી હતી પરંતુ 4, 5 વર્ષથી સાફ ન થતાં વર્ષ 2015 અને 2017માં પટણી ગેટથી મુખ્ય માર્ગ પર આવતી દુકાનો અને લાલબાગ, જલારામ સોસાયટી, ગ્રીનપાર્ક, વુદાવન સોસાયટી, દેવભૂમિ સોસાયટી, તેમજ હાઈવે ઉપરની દરેક સોસાયટીઓમાં ખુબ જ પાણી દસ દિવસ સુધી ભરાયેલા રહ્યા હતા. એવી ખરાબ અને ભયાનક પરિસ્થિતિ આ વર્ષે પણ થવાની ભીતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...