માવઠાને પગલે ખેડૂતો ચિંતામાં:પાટણ જિલ્લામાં શંખેશ્વર, વારાહી તાલુકામાં વરસાદી માવઠું, રવિ પાકમાં રોગચાળાની ભીતિ સેવાઈ

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 1 લાખ 90 હજાર હેક્ટરથી વધુ જમીનમાં રવિ પાકનું વાવેતર
  • ખેડૂતો ચિંતામાં મૂકાયા, મેલો, માછી, ઈયળ સહિતના રોગચાળાની ભીતિ

પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા આજે બુધવારે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. તો કેટલાક તાલુકામાં વરસાદી માવઠું થયું થયું હતું, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લામાં આજે બુધવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે વહેલી સવારથી પાટણ, શંખેશ્વર, વારાહી, હારીજ, સમી, રાધનપુરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. જેના કારણે સાંજે શંખેશ્વર, વારાહી, પાટણ વિસ્તારમાં વરસાદી માવઠું થયું હતું .જેના કારણે વિસ્તારના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. તો માવઠું થવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નોંધનીય છે કે જિલ્લામાં 1 લાખ 90 હજાર હેક્ટરથી વધુ જમીનમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં રાયડો, જીરું, ઘઉં, ચણા સહિત રવિ પાકની અંદર મેલો, માછી, ઈયળ સહિતના રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...