હાલાકી:રણુંજમાં 15 દિવસથી પીવાનું પાણી દૂષિત આવતાં રોગચાળાની ભીતિ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચામુંડાનગરમાં પાઈપલાઈનમાં ગટરનું ગદુ પાણી મિક્ષ થતાં હાલાકી

પાટણ તાલુકાના રણુંજ ગામમાં ચામુંડાનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી રહીશોને અપાતું પીવાનું પાણી અતિશય દુર્ગંધ મારતું અને દૂષિત આવતા પીવાલાયક ના હોય રહીશોને મજબૂરીવશ પાણી મેળવવા માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.

રણુંજ ગામમાં ચામુંડાનગર વિસ્તારમાં રહેતા સૌથી 100થી વધુ પરિવારોને છોડવામાં આવતા પીવાના પાણીની પાઈપલાઈન તેમજ ભૂગર્ભ ગટર લાઈન બંને સાથે હોય કોઈ ભંગાણના કારણે પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરના ગંદા પાણી મિક્ષ થઈને પીવાના પાણીના નળમાં અતિશય દુર્ગંધ અને ફીણ વાળું દુષિત પાણી આવી રહ્યું છે.જે પાણી પીવાલાયક ન હોય 15 દિવસથી વિસ્તારમાં રહીશોને પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. આ બાબતે સ્થાનિક સરપંચને રજુઆત કરવા છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા રહીશો મજબૂરીએ પીવાના પાણી અન્ય સ્થળેથી ભરી લાવવા મજબૂર બન્યા છે.

TDO ગામની મુલાકાત લઈ સમસ્યા હલ કરવા ગ્રા.પંચાયતને સૂચના આપી
ગ્રામજનોએ તાલુકા સદસ્ય નરેશ પરમારને રજુઆત કરતા તાલુકા વિકાસ અધિકારીને ધ્યાન દોરવામાં આવતા અધિકારી તેમજ સદસ્ય સહિત કર્મચારીઓની ટીમ ગામમાં મુલાકાતે પહોંચી હતી.અને સ્થળનું નિરીક્ષણ કરી ગ્રામ પંચાયતને સત્વરે પીવાના પાણીની સમસ્યા હલ થાય માટે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.તેવું તાલુકા સદસ્ય નરેશ પરમારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...