તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પાટણમાં સિદ્ધપુર ચોકડી ઉપર સ્ટ્રીટ લાઈટો બંધ હોઈ અકસ્માતનો ભય

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમોસામાં રોડ પર અંધારપટ છવાતાં અકસ્માત વધ્યા
  • નવા બ્રિજનું કામ ચાલુ હોઈ ખોદકામ કરાતાં રસ્તો ખરાબ થતાં હાલાકી

પાટણ શહેરમાં સિદ્ધપુર ચોકડી પર આવેલ હાઈવે ઉપર સ્ટ્રીટ લાઇટો બંધ હોઈ રાત્રી દરમિયાન રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. તેમજ અકસ્માતનો પણ ભય ઉભો થતાં સત્વરે સ્ટ્રીટ લાઇટો નગરપાલિકા દ્વારા રીપેરીંગ કરાવી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે.

પાટણ શહેરમાં સિદ્ધપુર ચાર રસ્તા પર નવો બ્રિજ બની રહ્યો હોય ખોદકામ દરમિયાન બંને બાજુના રસ્તાઓ હાલમાં ખરાબ હાલતમાં છે. ત્યારે હવે ચોમાસાની સીઝન હોય હાઇવે ઉપર લગાવે સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોય રાત્રી દરમિયાન ચોકડી ઉપર અંધારપટ છવાઈ જતા પસાર થતાં વાહનો તેમજ રાહદારીઓ વચ્ચે અકસ્માતની સંભાવનાઓમાં વધવા પામી છે. પાલિકા દ્વારા ચોકડી ઉપરની તમામ સ્ટ્રીટ લાઈટો રીપેરીંગ કરી શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકો સહિત લોકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...