પાટણ પાલિકામાં ચીફ ઓફિસર પાંચાભાઇ માળી અને કોર્પોરેટર તેમજ વાહન શાખાના ચેરમેન મહમદહુસેન ફારુકી વચ્ચે મારામારીની ઘટના સર્જાતા તેને પગલે બંને પક્ષોની ફરિયાદમાં પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ ભાજપના સભ્યો દ્વારા જ આ અંગે પક્ષમાં ઉચ્ચસ્તરે રજૂઆત કરવા દબાણ થઈ રહ્યું છે. જો કે આ મામલો ઉતાવળે કાર્યવાહી કરવામાં ચિફ ઓફિસર હીરો ન બની જાય તેવી પ્રતિક્રિયા સાભળવા મળી હતી.
ચીફ ઓફિસર પાંચાભાઇ માળી સામે અગાઉના સત્તાધારી બોર્ડમાં પણ તીવ્ર વિરોધ દર્શાવ્યો હતો જેમાં તેમની કામગીરીની શૈલી સામે તમામને વાંધો હતો જેમાં બદલી કરાવવાનો ઠરાવ પણ થયો હતો અને પછી ચૂંટણી અગાઉ બીજી સામાન્ય સભામાં ઠરાવ રદ પણ કરવામાં આવ્યો હતો.
ચીફ ઓફિસર હીરો બની જાય તેવું નથી કરવું
જોકે પક્ષના સુત્રો હાલ તરત ઉતાવળે કોઈ કાર્યવાહી કરવા ઇચ્છતા નથી. જે ઘટના બની તેની પૂરી ચકાસણી કરવામાં આવી રહી છે. તાત્કાલિક કાર્યવાહી અથવા રજૂઆત થઈ જાય પરંતુ તેમ કરવા જતા ચીફ ઓફિસર હીરો બની જાય એવું કરવું નથી તેઓ સુર અંદરના સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.