ફરિયાદ:નાયતવાડામાં પોલીસ ફરિયાદની અદાવતમાં પિતા-પુત્રને માર માર્યો

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુર પોલીસમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ

રાધનપુર તાલુકાના નાયતા વાડા ગામે અગાઉ કરેલી ફરિયાદની અદાવત રાખી ચાર શખ્સોએ પિતા પુત્રને આડેધડ માર માર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્તે રાધનપુર પોલીસ મથકે ચાર શખ્સો સામે મારામારીની ફરિયાદ નોંધાવી હતી.

રાધનપુર તાલુકાના નાયતાવાડા ગામે રહેતા વિરમભાઈ જેઠાભાઇ રબારી તેઓ રવિવારે સવારે તેમના પિતાને દૂધ આપવા માટે જતા હતા. તે વખતે તેમના જ ગામના રબારી બબાભાઈ ચેહરા ભાઈ રબારી વિષ્ણુભાઈ બબાભાઈ રબારી કમાભાઈ રણછોડભાઈ અને રબારી મોમા ભાઈ સગરામભાઈ હથિયારો ધાર્યું લાકડી લોખંડની ટોમી લઈને અગાઉ કરેલ ફરિયાદની અદાવત રાખી વિરમભાઈ અને જેઠાભાઇ બંનેને આડેધડ માર મારી જેઠા ભાઈને માથામાં ધાર્યું મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે ઇજાગ્રસ્ત વિરમભાઈએ રાધનપુર પોલીસ મથકે ચારેય શખ્સો સામે મારામારીની ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીએસઆઇ કે.એસ. સુથારે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...