કોર્ટનો ચુકાદો:ગુલવાસણા ગામના પિતા-પુત્રને હુમલા કેસમાં ૩ વર્ષની સાદી કેદ

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4 વર્ષ પૂર્વે અપશબ્દો બોલવા મામલે હુમલો થયો હતો

સરસ્વતી તાલુકાના ગુલવાસણા ગામે ચાર વર્ષ અગાઉ રસ્તામાં અપશબ્દો બોલવા અંગે ઠપકો આપતાં રાહદારી ઉપર ગામના જ રહીશ પિતા પુત્ર દ્વારા લોખંડ ની પાઈપ વડે હુમલો કર્યો હતો. આ અંગેનો કેસ સરસ્વતી તાલુકા જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતાં બંને આરોપીઓને ત્રણ ત્રણ વર્ષની સાદી કેદની સજા ફરમાવી હતી.

આ કેસની હકીકત એવી છે કે તા 16-3-2012ના રોજ રાત્રે નવ વાગ્યાના સુમારે ઠાકોર પ્રહલાદજી સોવનજી ઘરેથી નિકળી ગામ ચોકમાં પહોંચ્યા હતા ત્યારે તેમના કાકા ભત્રીજા ઠાકોર ફતાજી રામસંગજી અને ઠાકોર રામસંગજી તલાજીએ મારા છોકરાને કેમ ગાળો બોલી હતી તેમ કહી અપશબ્દો બોલતા પ્રહલાદજીએ ગાળો બોલવાની ના કહેતા બંને પિતા પુત્ર ઉશ્કેરાઈ જઈ બાથે પડી ગડદાપાટુનો માર માર્યો હતો જેમાં રામસંગજી ઠાકોરે તેમના હાથમાની લોખંડની પાઈપ પ્રહલાદજીને જમણા ખભા પર મારી હતી.જેમાં તેઓને ઈજાઓ થવા પામી હતી.આ ઘટના અંગે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રહલાદજીએ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ સરસ્વતી તાલુકાના પ્રિન્સીપાલ સીવીલ જજ તથા જયુડી.મેજીસ્ટ્રેટ કુ.ચેતનાબેન લક્ષ્મણભાઈ કાપડીયા સમક્ષ ચાલી જતાં એ.પી.પી ડી.એમ.ઠકકર અને આરોપીના વકીલ બી.એસ.પટેલની દલીલો સાભળ્યા બાદ ઠાકોર ફતાજી અને ઠાકોર રામસંગજીને ઈ.પી.કો.કલમ -૩૨૫ ના ગુનામાં 3 વર્ષની સાદી કેદ અને રૂ.1000 દંડ ભરવામાં કસુર કરે તો વધુ દિન 30ની સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો.જોકે પ્રોબેશનનો લાભ આપવામાં આવ્યો નહતો.

આરોપીઓને સજા અંગે સાંભળતી વખતે તેમણે કરેલ ગુના બાબતે પસ્તાવો કરતા હોવાનુ દેખાયુ છે જેનાથી તેમની વાસ્તવીક નિર્દોષતા દેખાઇ આવે છે. આપણે ગુન્હેગારોને મારી નાખવાના હોતા નથી પરંતુ તેમની દરકાર કરવી જોઈએ કે જેથી તે ભવિષ્યમાં કોઈ ગુન્હો ન કરે અને વ્યવસ્થિત નાગરિક બની શકે .

અન્ય સમાચારો પણ છે...