તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આધુનિકતાની પૂજા:ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્તમાં બળદની સંખ્યા ઘટતા ટ્રેક્ટરને કુમકુમ તિલક કરી પૂજા કરી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ ખેતીના ઓજારની પૂજા વિધિ કરી ખેતીની શરૂઆત કરી

અખાત્રીજ એટલે વણજોય મહુર્ત ખાસ કરીને વેપારીઓ પોતાના નવા ધંધા રોજગાર, સોનાચાંદીની ખરીદી તેમજ અન્ય મિલ્કત ખરીદવાનો આ શુભ દિવસ ગણાય છે. ત્યારે ધરતીપુત્ર અને જગતના તાત ખેડૂત માટે અખાત્રીજ એ નવા વર્ષનો પ્રથમ દિવસ ગણાય છે. આ દિવસે ખેડૂતો પોતાના સાધનોની પૂજા અર્ચના કરી ખેતીના શ્રીગણેશ કરે છે. જેમાં ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્તમાં બળદની સંખ્યા ઘટાત ટ્રેક્ટરને કુમકુમ તિલક કરી પૂજા કરી છે.

ખેડૂતોએ અખાત્રીજના શુભ દિવસે ટ્રેકટરની પૂજા અર્ચના કરી

પ્રાચીન સમયમાં ખેડૂતો લાકડાના હળ સાથે બળદો જોડી ખેતીના શ્રીગણેશ કરતા હતા. પરંતુ આજના યાંત્રિક યુગમાં હળને બદલે હવે ટ્રેકટર જેવા વાહનની પૂજા કરી ખેડૂતોએ ખેતીના શ્રીગણેશ કર્યા હતા. ત્યારે પાટણ શહેરની આસપાસ આવેલા ખેતરોમાં ખેડૂતોએ અખાત્રીજના શુભ દિવસે ટ્રેકટરની પૂજા અર્ચના કરી છે.

પરંપરા ગામડાઓમાં આજે પણ અકબંધ જોવા મળી

અખાત્રીજ એ સાંસ્કૃતિક પર્વ છે. ખેતરને ખેડી વાવેતર કરવા માટે આ દિવસ અતિ ઉત્તમ માનવામાં આવે છે. તો ખેતીમાં વપરાતા સાધનોને આજે ખેડૂતોએ કુમકુમ તિલક કરી અખાત્રીજના ઉત્સવની ઉજવણી કરી છે. જે પરંપરા ગામડાઓમાં આજે પણ અકબંધ જોવા મળી રહી છે. આમ અખાત્રીજના શુભદિવસથી ખેડૂતોએ નવી સીઝનની શરુઆતના શ્રીગણેશ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...