વાતાવરણ વિલન બન્યું:હારીજના માણસુંદ ગામમાં પ્રથમવાર બટાટાનું વાવેતર કરનાર ખેડૂતો રાતે પાણીએ રોવાનો વારો આવ્યો

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 35 વીઘા જમીનમાં માલસુંદ સીમ વિસ્તારમાં બટાકા વાવેતરનો પ્રથમવાર ખેડૂત ચેતનભાઇ વ્યાસ દ્વારા પ્રયોગ કરાયો હતો

પાટણ તાલુકાના ચંદ્રમાણા ગામના ચેતનભાઇ વ્યાસે હારીજ તાલુકાના માણસુંદ ગામે 35 વીઘા જમીનમાં બટાટાની ખેતી કરવામાં આવી હતી. ખેડ વાવણી માવજત મળી અંદાજે 10 થી 12 લાખનું બટાટાના વાવેતર પાછળ ખર્ચ કરવામાં આવ્યો પરંતુ છેલ્લા આઠ દિવસથી વાતાવરણમાં પલટો આવતા 35 વીઘા જમીનમાં બટાટાનો ઉતાર જે થવું જોઈએ તે ન થતા ખેડૂતને બટાટા વાવેતરનું ખર્ચ પણ પહોંચી નહિ વળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલમાં બટાટાનું બજાર અંદાજે 65 થી 70 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતે આ બટાટા ઘણા સગા સંબંધી બોલાવીને જે બટાટાની ઉપજનો જે ભાવ મળે તેનાથી સંતોષ મેળવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ ઉત્તર ગુજરાતમાં ડીસા અમદાવાદના કેટલાક ગ્રામીણ વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો બટાકાનું વાવેતર થાય છે. પરંતુ હારીજ તાલુકાના માણસુંદ ગામની સીમ વિસ્તારમાં બટાટાના વાવેતરનો પ્રથમ વખતનો પ્રયોગ ખેડૂત દ્વારા કરવામાં આવ્યો છે. પાટણ તાલુકાના ગામના ચંદ્રુમાણા ગામના ચેતનકુમાર રામશંકર વ્યાસે હારીજ તાલુકાના માણસુંદ ગામે પોતાની વેચાણથી રાખેલી 35 વીઘા જમીનમાં આ વર્ષે નવતર પ્રયોગ રૂપે બટાટાની ખેતી કરી હતી અને જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી માવજત પણ કરવામાં આવી હતી.

પરંતુ આઠ દિવસથી વાતાવરણનો ફેરફાર થતા તેની સીધી અસર બટાટાના પાક પર પડતાં બટાટાની ઉપજ ઘટી ગઈ અને જે ઉપજ મળવી જોઈએ તેના મળતા 35 વીઘા જમીનમાં માત્ર 100 થી 125 મણ બટાટાની ઉપજ થતાં અને ચાલુ વર્ષે બટાટાનો ભાવ પણ બજારમાં એક મણના 65 થી 70 મળતા બટાટાના વાવેતરનો ખર્ચ પણ મળી શકતો નથી.

અન્ય સમાચારો પણ છે...