તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:ખેડૂતોને જમીનની તંદુરસ્તી જાળવવા અંગે ઓનલાઈન માર્ગદર્શન અપાયું

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ, સમોડા-ગણવાડા ખાતે વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસની ઉજવણી શનિવારે કરી હતી જેમાં ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ યોજના ઉપરાંત કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, આત્મા પ્રોજેક્ટ, રિલાયન્સ ફાઉન્ડેશન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે 05 ડિસેમ્બરે વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે યુટ્યુબ લાઈવ ઑનલાઈન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક ઉત્પાદન વૈજ્ઞાનિક આર.પી.ચૌધરીએ જમીનની તંદુરસ્તી જાળવવામાં સેન્દ્રિય ખાતરની ભૂમિકા વિષે સમજૂતી આપી હતી. કૃષિ વિસ્તરણ વૈજ્ઞાનિક એચ.પી.પટેલે જમીન સ્વાસ્થ્ય પત્રક તથા પાક સંરક્ષણ વૈજ્ઞાનિક જી.એ.પટેલે જૈવિક ખાતરના ઉપયોગ અંગે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલે સોઈલ હેલ્થ કાર્ડ યોજના અંગે માહિતી આપી હતી. આત્મા પ્રોજેક્ટના નાયબ ખેતી નિયામક એમ.એસ.પટેલે કૃષિ બિલ-2020 તથા નાયબ બાગાયત નિયામક એમ.બી. ગલવાડિયાએ બાગાયત યોજનાઓની જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો