તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કપાસની 125, દિવેલાની 55 અને બાજરીની 30 જાતનાં બિયારણ પસંદગી કરવા ખેડૂતોની કસોટી

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલો વરસાદ થતાં જિલ્લામાં વાવેતર વધવાની ખેતવાડી વિભાગની શક્યતા

જિલ્લામાં તાજેતરમાં થયેલા માવઠા અને વરસાદી ઝાપટાં પછી બીટી કપાસની વાવણી શરૂ થઇ છે. ત્યારે આ વખતે વરસાદ વહેલો શરૂ થઈ જવાથી ત્રણ તબક્કાની વાવણીની સિસ્ટમ મુજબ કિસાનોની ગતિવિધિઓ શરૂ કરી છે. ગયા વર્ષે જિલ્લામાં 3,36,107 હેકટરમાં ખરીફ ખેતી થવા પામી હતી. ચાલુ સાલે વરસાદ વહેલો શરૂ થતાં અને એકંદરે વરસાદ સારો રહેવાની શક્યતા હોવાથી આ વખતે વાવેતરમાં વધારો થવાની શક્યતાઓ ખેતીવાડી વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. ગયા વર્ષથી કેટલીક નવી બિયારણની જાતો બજારમાં આવી છે.

તો રસપ્રદ હકીકત એ છે કે કપાસની 125, દિવેલાની 55 અને બાજરીની 30 જેટલી જાતોના બિયારણ બજારમાં વેચાઈ રહ્યા છે, જેમાંથી પસંદગી કરવાની ખેડૂતોની કસોટી હવે શરૂ થઈ રહી છે. કૃષિ યુનિવર્સિટી અને બીજ નિગમના ઉપક્રમે સમયાંતરે નવા સંશોધનો બિયારણના આવતા રહે છે. જેમાં દિવેલામાં પાંચ વર્ષ પહેલા ગુજરાત 7નંબરનું બિયારણ હતું.

ગયા વર્ષે ગુજરાત 8 નંબરની જાત વિકસાવી છે. મગફળીમાં 22 નંબરની જાત એકાદ વર્ષથી આવી છે. ખેતીવાડીના નાયબ નિયામક ધર્મેશભાઈ પટેલે જણાવ્યા મુજબ કપાસમા 100થી 125 જેટલી તેમજ દિવેલામાં 55થી 60 જેટલી બિયારણ ની જાત બજારમાં ઉપલબ્ધ હોય છે. બાજરીમાં 25થી 30 જાતનું બિયારણ ખરીદવામાં આવે છે.

ખેડૂતો છેતરાય નહીં તે માટે સુઝાવ આપવાનું શરૂ કર્યું
ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યા નુસાર જિલ્લામાં બીજ નિગમ દ્વારા 36 જેટલા અધિકૃત ડીલરો સર્ટિફાઇડ બિયારણો વિતરણની કામગીરી કરી રહ્યા છે. જેમાં સહકારી સંસ્થાઓ, મંડળીઓ, સંઘો ઉપરાંત ખાનગી વેપારીઓ પણ અધિકૃત રીતે જિલ્લા તાલુકા સ્તરે વિતરણની કામગીરી કરી રહ્યા છે. હવે નવી ખેતીની સિઝન શરૂ થઇ રહી છે ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા કયા અને કેવા બિયારણ ખરીદ કરવા અને છેતરપિંડીથી બચી શકાય તેના સુઝાવ ખેડૂતોને આપવાના શરૂ કર્યા છે.

ત્રણ તબક્કામાં થાય છે વાવેતર
જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એસ. પટેલના જણાવ્યા મુજબ જિલ્લામાં ત્રણ તબક્કામાં વાવેતર થાય છે જેમાં પ્રથમ તબક્કામાં બાજરી પછી કઠોળ બીજા તબક્કામાં જુવાર ઘાસચારો અને ત્રીજા તબક્કામાં દિવેલા તેમજ કઠોળ ની વાવણી કરવાની પ્રથા છે. હાલમાં રોહિણી નક્ષત્ર ચાલી રહ્યું હોય તેમાં વાવણી ઓછી થાય છે આ પછી આદ્રા નક્ષત્રમાં મહત્તમ ખેતી થશે .

અન્ય સમાચારો પણ છે...