રાહત:મોરપાથી નાયતા સુધી નહેરનું ખોદકામ થતાં ખેડૂતોમાં આનંદ

નાયતા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરસ્વતીના વાગડોદ વિસ્તારના મોરપાથી નાયતા સુધી 4.7 કિલોમીટરના અંતરે સુજલામ સુફલામ  નવીન નહેરનું ખોદકામ ઈટાચી મશીનથી  પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં 70% નું કામકાજ પૂર્ણ થયુ છે. આ વિસ્તારના નાયતા, મોરપા, નાના વેલોડા ગામના લોકો દ્વારા તળાવ ભરવાની માંગ અનેકવાર કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આ પ્રશ્નનો નિરાકરણ લાવી ઝડપથી નહેરનું ખોદકામ શરૂ કરતાં ગ્રામવાસીઓમાં ખુશી જોવા મળી હતી. અને કાંઠા વિસ્તારના ખેડૂતોને પિયત માટે પાણી ઉપયોગી થશે તેવું સિંચાઈ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. નાયતા ગામનુ તળાવ સુજલામ સુફલામના નીરથી ભરવામાં આવશે અને ટયુબવેલના સ્તર ઉંચા આવશે જેથી ખેડૂતોને લાભ થશે અને નહેરનું ખોદકામ  પૂર્ણ થતાં જ  ટૂંક સમયમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...