તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતર:વઢિયાર પંથકના ખેડૂતો ચણાનું 342437 ક્વિંટલ ઉત્પાદન કરી158 કરોડ કમાશે

પાટણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

વઢિયાર પંથકમાં ચણાનું અત્યાર સુધીમા ંસૌથી વધુ આ વખતે 46590 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. એટલે રેકોર્ડબ્રેક 342437 ક્વિંટલ ઉત્પાદન થઈ શકે છે. ખેડૂતોને ચણા માંથી158.38 કરોડનીકમાણી થશે. જેમાં સૌથી વધુ સમી તાલુકામાં 219486 કવીન્ટલ ચણાનું ઉત્પાદન થશે. આ વખતે વઢિયારના ખેડૂતોને ચણાની ખેતી ફળી છે. હાલમાં સમી માર્કેટયાર્ડમાં દરરોજ 4000 બોરી ચણાનો જથ્થો આવી રહ્યો છે માર્કેટયાર્ડ ચણા ના જથ્થાથી ઉભરાઈ રહ્યું છે. હારીજ સમી શંખેશ્વર રાધનપુર અને સાંતલપુર પંથકમાં ચણાની કાપણી શરુ થઈ જતાં માર્કેટયાર્ડોમાં ચણાની ખરીદી શરૂ થઈ ગઈ છે.

તાલુકાવાવેતર,ઉત્પાદન (કિવ),આવક લાખ
હારીજ101874823.46
રાધનપુર62504593821.25
સમી -29862219486-101.51
સાંતલપુર225016538-7.65
શંખેશ્વર720052920 -24.48
સિધ્ધપુર10 -740.03

અત્યાર સુધીનું સૌથી વધુ46590 હેક્ટર માં ચણાનું વાવેતર થયું હતું આ વખતે હવામાન પણ પાકને અનુકૂળ રહેતા રોગ જીવાત ના કારણે પાકને કોઈ મોટું નુકસાન ની આફત આવી નથી જેના કારણે આ વખતે રેકોર્ડ બ્રેક 342437 ક્વિંટલ ઉત્પાદન મળવાની શક્યતા છે હાલમાં માર્કેટ યાર્ડમાં 20 કિલોના 925 ના ભાવ મળી રહ્યા છે એટલે ખેડૂતોને ચણામાંથી અંદાજે રૂ 158.38 કરોડોની કમાણી થશે. સૌથી વધુ સમી તાલુકામાં 29862 હેક્ટરમાં વાવેતર થયું હોવાથી 219486 ક્વિંટલ ચણાનું ઉત્પાદન મળી શકે છે

અન્ય સમાચારો પણ છે...