સરસ્વતી તાલુકાના રેચવી ગામના ખેડૂતોને દાંતીવાડા માઈનોર કેનાલનું પાણી ન મળતાં પાક મુરઝાવવા લાગ્યો છે.ચાલુ વર્ષે ભારે વરસાદ થતાં દાંતીવાડા ડેમ છલકાયો હતો અને ભર ચોમાસે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ડેમ છલકાતા રવિ સિઝનમાં દાંતીવાડા કેનાલ દ્વારા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ગામડાઓમાં પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે રેચવી સિમમા આવેલ છેવાડાના ખેતરમાં પાણી ના પહોંચતા ખેડૂતોની કફોડી હાલત થઈ છે.
રેચવી ગામના ખેડૂતો મોરપા ગામની સીમમાં જમીન ધરાવે છે જેમને છેવાડાના ખેતરમાં પાણી ના પહોંચતા અને કેનાલમાં પાણી બંધ થતાં પાક મુરઝાવવા લાગ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા તંત્રને જાણ કરતાં તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં સુતુંહોય તેમ યોગ્ય જવાબ પણ આપતું નથી.
રેચવી ગામના ખેડૂત બાબુભાઈ જોરાભાઈ રબારી અને કમશીભાઈ ખેંગારભાઈ રબારી દ્વારા જણાવ્યું હતું કે અમારે એરંડા અને રાયડાનો પાક પાણી વગર મુરઝાવવા લાગ્યો છે અને એક અઠવાડિયું પાણી ચાલુ રહ્યાં બાદ પાણી બંધ થતાં પાક મુરઝાવવા લાગ્યો છે નહેર ખાતાંને જાણ કરતાં યોગ્ય રીતે જવાબ અપાતો નથી તેવું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.