ખેતી વિષયક તાલીમ:રાધનપુર-સાતલપુર પંથકનાં ખેડૂતોને પશુપાલન અને ખેતી વિષયક માર્ગદર્શન અપાયું

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 ગામના 35 જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોને અપાઈ તાલીમ

રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા રાધનપુર અને સાંતલપુર તાલુકાના 7 ગામના 35 જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોને ખેતી અને પશુપાલન વિષયક તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં રાધનપુર તાલુકાના કામલપુર ગામના ફાર્મ પર પ્રગતિશીલ ખેડૂત પિયુષભાઇ અને નિકુલભાઇ ચૌધરી દ્વારા પ્રદર્શન અને નિદર્શનો દ્વારા ઉપસ્થિત ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમમાં ખેતી અને પશુપાલન સંબંધિત માહિતી અને માર્ગદર્શન આપવાની સાથે સાથે અળસિયાનું ખાતર, જિવામૃત, અમૃત જલ પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, દેશી-ગાય ભેંસ તબેલા થકી પશુપાલન કેવી રીતે કરવું તેની માહિતી આપીને સાથે સાથે બાગાયતી ખેતી કરવાથી શું લાભ થાય છે તેની માહિતી આપવામાં આવી હતી. ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય બને તે તરફ પ્રયત્નો કરવા જોઇએ તે માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીને છાણીયા ખાતરનો ઉપયોગ વધારીને જમીનની ફળદ્રુપતા વધારવાના પ્રયત્નો કરવા જોઇએ તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલીમ બાદ 6 વ્યક્તિગત અને 6 સ્વ-સહાય જુથ સાથે અળસિયાના ખાતરના ડેમો તૈયાર થશે. પશુપાલનની માવજતમાં નવી રીતો અપનાવાશે, તેવું નક્કી કરી તાલીમની પૂર્ણાહૂતી કરાઈ હતી. આ તાલીમમાં રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુરના વર્ષા મહેતા, વિમલ ચૌધરી, સંજય જોષી, ઇમામ બલોચ, ભરત રાવળ, વ્રજલાલ રાજગોર સહિતના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...