• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Farmers In Patan Will Be Paid Assistance For Maintenance Of Native Cows, Farmers Will Have To Apply On I portal By May 27.

ખેડૂતોને સહાય:પાટણમાં દેશી ગાય નિભાવ ખર્ચ માટે ખેડૂતોને સહાય ચુકવાશે, ખેડૂતોએ 27 મે સુધી આઈ પોર્ટલ પર અરજી કરવાની રહેશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સહાય મેળવવા માટે ખેડુત પાસે ઓછામાં ઓછી 40 ગુંઠા જમીન હોવી જરૂરી

ખેડૂતોની સાથે સાથે પશુપાલકોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ત્યારે દેશી ગાય આધારીત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક દેશી ગાય માટે નિભાવ ખર્ચ અર્થે પ્રતિમાસ રૂ.900ની સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

દેશી ગાય ધરાવતા ખેડૂતો જે 0.40 ગુંઠા (1 એકર) જમીન ધરાવતા હોય તેવા ખેડૂતો તા.13/05/2022થી તા.27/05/2022 સુધી ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરી શકશે. આ યોજના હેઠળ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક દેશી ગાય માટે નિભાવ ખર્ચ અર્થે રૂ.10,800/-ની વાર્ષિક મર્યાદામાં પ્રતિમાસ રૂ.900/-ની સહાય ચૂકવવામાં આવે છે.

આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ અરજીમાં સહી કરી અરજી, 8-અની નકલ, સંયુક્ત ખાતેદારનું સંમતિ પત્રક, બેન્ક પાસબુક અથવા રદ કરેલ ચેક સહિત દિન-7માં તાલુકાના બી.ટી.એમ, એ.ટી.એમ. કે ગ્રામ સેવકને તેમજ જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા કચેરી, પાટણને રજૂ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...