વ્યથા:અનાવાડા વીજ સબસ્ટેશનના 32 ગામોમાં ખેડૂતોને દિવસે 8 કલાક વીજપુરવઠો નહીં મળતો હોવાની રાડ

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂરતી વીજળીના મળતા રવિ સિઝનમાં સિંચાઇ માટે ખેડૂતોને મુશ્કેલી
  • દિવસે વીજળી કટઓફ થયા બાદ કેટલા કલાકે આવે તે નક્કી હોતું નથી: પ્રમુખ યુવા કિસાન સંગઠન

પાટણ પંથકના અનાવાડા વીજ સબ સ્ટેશન ના 32 જેટલા ગામોના ખેડૂતોને દિવસે પૂરતો આઠ કલાક વીજળી પુરવઠો ના મળતો હોવાથી ખેડૂતોને રવી સીઝનમાં સિંચાઈ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે વીજળી માટે કલાકો સુધી ખેડૂતોને રાહ જોવી પડી રહી છે.

અનાવાડા વીજ સબ સ્ટેશનમાંથી 32 જેટલા ગામોના ફિડરોમાં વીજળીનો પુરવઠો સપ્લાય કરવામાં આવે છે. પરંતુ છેલ્લા એકાદ માસ થી આ ગામોના ખેડૂતોને દિવસે આઠ કલાક પૂરતો વીજ પુરવઠો મળતો ના હોવાની ખેડૂતો ની રાડ ઉઠી છે. પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડુતોને રવિ પાકોમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળી શકતું નથી તેમજ કલાક પ્રમાણે ભાડેથી પાણી લેતા નાના ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે.

આ અંગે પાટણ યુવા કિસાન સંગઠનના પ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું હતું કે અનાવાડા વીજસબસ્ટેશન ના ગામોમાં રાત્રે પૂરતા પ્રમાણમાં આઠ કલાક વીજળી મળે છે પરંતુ દિવસે આઠ કલાક વીજળી મળતી નથી વહેલી સવારે સમયસર વીજ પુરવઠો શરૂ થઈ જાય છે પરંતુ 7:00 આસપાસ વીજળી કટઓફ થયા બાદ ક્યારે પરત શરૂ થાય તે નક્કી હોતું નથી ખેડૂતોને કલાકો સુધી રાહ જોઇને બેસી રહેવું પડે છે. જેના કારણે પાણીનો બગાડ થાય છે સાથે ખેડૂતને પણ નુકસાન થાય છે.

પાવરનો શિડ્યુલ ગાંધીનગરથી નક્કી થાય છે
ડેપ્યુટી એન્જિનિયર જેટકો એમ બી સિસ્તીએ જણાવ્યું હતું કે પાવરનો શિડ્યુલ ગાંધીનગર કંટ્રોલરૂમથી નક્કી થાય છે અમારે માત્ર મેસેજ ફોલો કરવાનો હોય છે.કોઇ લાઇન પર કદાચ લોડ વધતો હોય તો વીજળી બંધ કરાવીને લોડ કંટ્રોલ થયા બાદ ફરીથી ચાલુ કરાવે તેવું હોઈ શકે.

અન્ય સમાચારો પણ છે...