તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:રાયડામાં માર્કેટયાર્ડના ભાવ રૂ.1080થી વધુ હોઈ રૂ.930 ટેકાના ભાવે વેચાવા ખેડૂતો ફરક્યા નહીં

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવા માટે 1194 ખેડૂતોનું રજિસ્ટ્રેશન
 • 19 દિવસમાં જિલ્લાના 9 સેન્ટર પર એક પણ ખેડૂત ન આવ્યો

રાયડામાં રૂ.930 ટેકાના ભાવ કરતા માર્કેટયાર્ડમાં 1080થી પણ વધારે ભાવ મળતા હોવાથી પાટણ જિલ્લાના 9માંથી એકપણ સેન્ટર પર છેલ્લા 19 દિવસમાં ખેડૂતો ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવા માટે ફરર્ક્યા નથી. જેથી સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ ખેડૂતો માટે ઉપયોગી બન્યા નથી. આ વખતે પાટણ જિલ્લામાં 28000 હેક્ટરથી વધુ વિસ્તારમાં રાયડાનું વાવેતર થયું હતું. ઉત્પાદન પણ સારું થયું છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના પ્રતિમણના રૂ. 930 નક્કી કર્યા છે.

પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને વારાહી ખાતે ખરીદી કરવા માટે સેન્ટરો નક્કી કરવામાં આવેલા છે. ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવા માટે 1194 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ બાદમાં માર્કેટયાર્ડમાં ટેકાના ભાવ કરતાં પણ વધુ પ્રતિ મણના 1080થી પણ વધારે ભાવ મળતા હોવાથી આઠ માચૅથી ખરીદી શરૂ થઈ છે.

પરંતુ 19 દિવસમાં એક પણ ખેડૂતને ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવા માટે સેન્ટર પર આવ્યો નથી.આ અંગે જિલ્લા પુરવઠા મામલતદાર દિનેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે રજિસ્ટ્રેશન કરાવેલા તમામ 1194 ખેડૂતોને વેચાણ માટે આવવાના મેસેજ છોડી દેવામાં આવ્યા છે. પરંતુ માર્કેટયાર્ડમાં ભાવ ઊંચા હોવાથી ખેડૂતો વેચાણ કરવા માટે આપતા નથી.

તાલુકા વાઈઝ રજિસ્ટ્રેશન

તાલુકોખેડૂતોની સંખ્યા
પાટણ67
સરસ્વતી45
ચાણસ્મા178
સિધ્ધપુર15
હારીજ95
સમી73
શંખેશ્વર47
રાધનપુર334
વારાહી331
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો