તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો ચિંતાતુર:પાટણમાં વરસાદ ખેંચાતાં પાકો બચાવવા નહેરોમાં પાણી છોડવા ખેડૂતોની માંગ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીના અભાવે પાક સૂકવવાનો ભય ઉભો થતા ખેડૂતો ચિંતાતુર

પાટણમાં છેલ્લા 15 દિવસથી વરસાદ ખેંચાતાં વરસાદ આધારિત ખેડૂતોને પાણીના અભાવે પાક સૂકવવાનો ભય ઉભો થતા ચિંતાતુર બન્યા હોઈ પાકો બચાવવા માટે કેનાલ આધારિત નાની નહેરોમાં પાણી છોડવા માંગ કરી રહ્યા છે.પાટણ સહિત જિલ્લામાં મેઘરાજાની મહેર થતા વાવણી લાયક વરસાદને લઇ ખેડૂતોએ વાવેતરના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારે છેલ્લા 15 દિવસથી પાટણ પંથકમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોએ વાવેતર કરેલા પાકો પિયતના પાણી ના મળતા પાક સુકાવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

ત્યારે આ પાકોને બચાવવા માટે પાટણ પંથક સહિત જિલ્લામાં નર્મદા મુખ્ય કેનાલ આધારિત તેમજ સુજલામ સુફલામ કેનાલ જેવી વિવિધ નાની-મોટી સિંચાઇની નહેરોમાં પિયત માટે પાણી છોડવા ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ માંગણી કરાઈ છે. ખેડૂત જયેશ પટેલે જણાવ્યું હતું કે સારો વરસાદ થતાં શાકભાજી તેમજ ચોમાસું સિઝનના વિવિધ પાકો વાવેતર કર્યા છે.

ત્યારે આસપાસ નહેરમાં પાણી ન હોય ચોમાસુ આધારિત ખેતી હોય વરસાદ ખેંચાતાં પાક સુકાઈ રહ્યા છે. જેથી સત્વરે કેનાલોની નહેરોમાં પાણી છોડવામાં આવે તેવી સરકાર સમક્ષ ખેડૂતોની માગણી છે.જો પાણી છોડવામાં નહીં આવે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 દિવસ સુધી વરસાદ ખેંચાશે તો વાવેતર કરેલા પાકો બળી જશે.

અન્ય સમાચારો પણ છે...