વિરોધ:સાંતલપુરના ચારણકામાં સોલાર પ્લાન્ટ નાંખવા મામલે ખેડૂતો અને માલધારીઓનો અર્ધનગ્ન થઈ વિરોધ નોંધાવ્યો

પાટણ11 દિવસ પહેલા
  • બીજા સોલાર પ્લાન્ટ માટે કંપનીને જમીન ફાળવણી કરતા રોષ સોલર પ્લાન્ટ અન્ય જગ્યાએ બનાવવા ખેડૂતોની માંગ

સાંતલપુરના ચારણકામાં સોલાર પ્લાન્ટ નાંખવા મામલે ખેડૂતો અને માલધારીઓનો અર્ધનગ્ન થઈ વિરોધ નોંધાવ્યો હતો. પ્લાન્ટની બાજુમાં જ નવા બીજા સોલાર પ્લાન્ટ માટે કંપનીએ ૩૦ એકર જમીન ફાળવી છે. જેમાં બીજો સોલાર પ્લાન્ટ બનાવવાની તૈયારીઓ કરતા સ્થાનિક માલધારી અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સોમવાર ખેડૂતો દ્વારા કંપની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સોલર પ્લાન્ટ અન્ય સ્થળે બનાવવા માટે માંગ કરવામાં આવી હતી.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ચારણકા ગામ ખાતે એશિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ આવેલો છે. તેની બાજુમાં બીજો 15 મેગાવોટ સોલાર પ્લાન્ટ નાંખવા માટે જીટીપી એલ કંપની દ્વારા 15/ મેગા વોટનો સોલાર પ્લાન્ટ નાખવા માટે જીએસએફસી વડોદરાની કંપની ન જમીન ફાળવણી કરી છે. જેથી ગ્રામજનોમાં ભારે વિરોધ ઉઠ્યો હતો. જેમાં 30/હેક્ટર જમીન કંપનીને ફાળવી દેતા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામના ખેડૂતોએ અર્ધ નગન થઈ વિરોધ દર્શાવ્યો હતો.

ચારણકા ગામના ખેડૂતોની ગામના ખેડૂતના ખેતરોના રસ્તાઓ સમસાન ભૂમિ ગામના ડેમો નાશ થતા હોય તેને લઈને ચારણકા ગામના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. અન્ય જગ્યાએ સોલાર કરવા માગણી ગ્રામજનોએ જીટીપીએલના અધિકારીઓ સાથે કરી હતી, પરંતુ અધિકારીઓ નમતું જોખવા તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...