તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સાંતલપુરના ખેડૂતની જમીન વળતર માટે કલેક્ટર કચેરી બહાર ભૂખ હડતાળ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ભૂખ હડતાળ પર ઉતરતાં 1 જુલાઈની મુદત અપાઈ હતી
  • શનિવારે બીજા દિવસે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે કચેરીએ ખેડૂત બેસી રહ્યા

સાંતલપુરના હરિજન હાજાભાઇ ડાહ્યાભાઈના ખેતર સર્વે નંબર 827માં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રોડ નીકળતાં વળતર પેટે રૂ. 1,13,00,000 મંજુર કરાયા હતા. પરંતુ વળતરના પૈસા સર્વે નંબર 822ના વેચાણ દસ્તાવેજના આધારે ખોટી રીતે સર્વે નંબર 827માં ફેરવી વળતરની રકમ રદ કરવામાં આવી હોઈ એક માસ અગાઉ કલેકટર કચેરી બહાર ધરણા કરતા તંત્ર દ્વારા તપાસ કરી 1 જુલાઈ સુધીમાં કાર્યવાહી કરવા જણાવતા ધરણા સમેટી લીધા હતા. પરંતુ કોઈ કાર્યવાહી ન થતા ફરી પરિવાર 2 જુલાઈથી કલેકટર કચેરી બહાર ભૂખ હડતાળ શરૂ કરી છે. પ્રાંત ડી.બી. ટાંકે જણાવ્યું કે જમીન વેચી દીધી હોઈ હવે વળતરના હક્કદાર ન હોઈ તેમને સમજાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...