રાધનપુર તાલુકાના દેવ ગામે સંબંધીના લગ્ન પ્રસંગમાં ચાર વર્ષ અગાઉ કોર્ટ મેરેજ કરેલ દંપતી હાજરી અાપવા અાવ્યું હતું. તે વખતે દીકરીના પિતા, ભાઇ અને માસાઅે છરી વડે હિચકારો હુમલો કરીને દીકરી તેમજ તેના પતિ તેના સાસુને અાડેધડ માર મારી ઇજાઅો પહોંચાડી હતી. અા અંગે ઇજાગ્રસ્તે રાધનપુર પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.રાધનપુર તાલુકાના જાવંત્રી ગામે રહેતા મિતલબેન ચૌધરીઅે ચાર વર્ષ અગાઉ જાવંત્રી ગામના નિતેષભાઇ ચૌધરી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. તેઅો બન્ને સુરત ખાતે રહેતા હતા.
મંગળવારે જાવંત્રી ખાતે સમાજના લગ્ન પ્રસંગમાં હાજરી અાપવા અાવ્યા હતા. તે વખતે મિતલના પિતાઅે કહેલ કે તું ચાલ અમારી સાથે તેમ કહેતા મિતલે જવાની ના પાડતા મિતલનો ભાઇ ઉશ્કેરાઇ છરી વડે હુમલો કરીને ઇજાઅો પહોચાડી હતી. તે વખતે મિતલના પતિ વચ્ચે પડતા તેને પિતાઅે છરી મારી ઇજાઅો પહોચાડી હતી. તે વખતે તેના સાસુ વચ્ચે પડતા તેઅોને તેણીના માસાઅે લાકડી વડે માર મારી ઇજાઅો પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી અાપી હતી.
અા અંગે મીતલબેન નિતેષભાઇ ચૌધરીઅે રાધનપુર પોલીસ મથકે શખ્સ ચૌધરી ધનાભાઇ નથુભાઇ (પિતા), ચૌધરી હિંગોળભાઇ હરીભાઇ (ભાઇ) રહે. ગામ જાવંત્રી અને ચૌધરી દેવાભાઇ હીરાભાઇ રહે. દેવ ગામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનાની તપાસ અધિકારી હેડ કોન્સ્ટેબલ મેરાજભાઇ સેંધાભાઇએ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.