સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા લગ્ન તેમજ શુભ પ્રસંગોમાં 400 લોકોને બદલે ચાર જ દિવસમાં ગાઇડલાઇન બદલીને 150 લોકોને બોલાવવાની ગાઇડલાઇન જાહેર કરતા લગ્ન પ્રસંગો સહિત શુભ પ્રસંગોનું આયોજન કરનાર પરિવારજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
પાટણ શહેર માં આગામી તા. 17-18 જાન્યુઆરીના રોજ પુત્રી લગ્ન પ્રસંગ લઇને બેઠેલા પટેલ પરિવાર મુંઝવણમાં મુકાઇ ગયો છે. પટેલ પરિવાર દ્વારા લગ્નની કંકોત્રીઓ આપી દેવામાં આવી છે. પરંતુ, સરકારની નવી ગાઇડલાઇન મુજબ 150 કયા મહેમાનોને બોલાવવાની ગાઇડલાઇન આવતા હવે મુંઝવણમાં મુકાઇ ગયા છે. ત્યારે પાટણ શહેર ના નગરલિબડી માં રહેતા અલકેસ ભાઈ પટેલ ની પુત્રી ના આગામી 24જાન્યુઆરીએ હતા સરકારની ગાઈડ લાઈન બદલવા ના કારણે કેન્સલ કરવા પડ્યા છે
પાટણ શહેરના ક્લારવાડા માં રહેતા પટેલ પરિવાર જણાવ્યું હતું કે, આગામી તા.16-17 જાન્યુઆરીના રોજ પુત્રી લગ્ન છે. એક વર્ષથી પુત્રના લગ્નની તૈયારી કરી રહ્યા હતા. એક વર્ષ પહેલાં કોરોનાના કેસો ન હોવાથી અમે પુત્રીના લગ્ન ધામધૂમથી કરવાનું આયોજન કર્યું હતું. જુની ગાઇડલાઇન મુજબ અમે લગ્નની કંકોત્રીઓ પણ વહેંચી દીધી છે. લગ્ન માટેની તમામ ખરીદી કરી દીધી છે. હવે માત્ર 150લોકો ને બોલાવી પુત્રી ના લગ્ન કરીશું.
પાટણ શહેરના નગરલીબડી માં રહેતા અલ્કેશભાઇ પટેલ ની દીકરીના આગામી 23-24મી જાન્યુઆરી રોજ લગ્ન હતા જે સરકારની ગાઈડ લાઈન ને કારણે કેન્સલ કરવા પડ્યા છે.અલકેસ ભાઈ પટેલ જણાવ્યું હતું કે હાલ માં કોરોના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. પહેલા સરકાર ની ગાઈડ 400લોકો ની હતી જે હવે 150 લોકો ની કરી છે હવે લગ્ન માં કોને બોલાવવ અને કોને ના બોલાવવ મુઝવન પડી હતી હજુ પણ કેસો વધી રહ્યા છે. સરકારની ગાઈડ લાઈન બદલાય તો લગ્ન ન દિવસે શુ કરવું એટલે મેં હાલ પૂરતા દીકરી ના લગ્ન કેન્સલ કર્યા છે.
પાટણ શહેર ના ફોટોગ્રાફર ભાવિન પટેલ જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં સરકાર ની ગાઈડ લાઈન 400 માણસ ની હતી જે ઘટાડી 150ની કરી દેતા ઉતરાયણ પછી 16 થી22 તારીખ સુધી ના ઓડર હતા જેમાં ત્રણ કેન્સલ થયા છે.
બાલાજી પાર્ટી પ્લોટ ના માલિક હીરાભાઈ પટેલ જણાવ્યું હતું કે અમારા પાર્ટી પ્લોટ માં 16 થી25 જાન્યુઆરી સુધી 5 ઓડર હતા જે કોરોના ના કેસ અને સરકાર ની ગાઈડ લાઈનના કારણે કેન્સલ થયા છે જયારે 1ઓડર સરકાર ની ગાઈડ લાઈન સાથે150 માણસ ની સાથે કરવામાં આવશે તેવું જણાવ્યું હતું
પટેલ કેટર્સના માલિક દિનેશ ભાઈ પટેલએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, ઉતરાયણ પછી શહેર માં 10જેટલા મોટા જમણવાર ના ઓડર હતા જેમાં 8 ઓર્ડર કેન્સલ થયા છે તો 2ઓડર કોરોના ગાઈડ લાઈન સાથે 150માણસ ના કરવાના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.