તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરતીનો મેસેજ વાયરલ:પાટણ ડાયનોસોર ગેલેરીમાં ભરતીનો ખોટો મેસેજ વાયરલ થતાં દોડધામ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 27 ઓગસ્ટ ઓપન ઇન્ટરવ્યૂથી ભરતીનો મેસેજ વાયરલ
  • પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા આવી કોઈ ભરતી જાહેર ન કરાયાનો ખુલાસો

પાટણથી 5 કિલોમીટરના અંતરે ચોરમારપુરા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનેલ સાયન્સ મ્યુઝીયમ અને ડાયનોસોર ગેલેરીમાં ગ્રેજ્યુએશન ઉપર સ્ટાફની ભરતી કરવા માટે 27 ઓગસ્ટે સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઓપન ઇન્ટરવ્યૂ રખાયાની જાહેરાત મંગળવારે રાતથી સોશિયલ મીડિયામાં ફરતી થતાં બુધવારે પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં નોકરીની તક મળવાનો મોકો હોવાનું માની દોડધામ મચી હતી.

તો કેટલાક લોકો ખરાઈ કરવા માટે સ્થળ મુલાકાત કરવા પણ પહોંચી ગયા હતા. ત્યારે ભરતીની જાહેરાતમાં કેટલી જગ્યાઓ અને પગાર ધોરણનો કોઈ ઉલ્લેખના હોય લોકો એક બીજાને ફોન કરીને ભરતી વિશે માહિતી મેળવવા માટે લાગી ગયા હતા. આ બાબતે દિવ્ય ભાસ્કર દ્વારા ડાયનોસોર ગેલેરી અને સાયન્સ મ્યુઝિયમના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રી સાથે વાતચીત કરતા ભરતી અંગે ખુલાસો કરતા તેમને જણાવ્યું હતું કે મ્યુઝીયમ કે ગેલેરીમાં ભરતી માટેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કે કોઈપણ ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ નથી. તદ્દન ખોટી જાહેરાત હોય લોકોને ગેરમાર્ગે ન દોરાવા માટે અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...