લોક મેળો રદ:પાટણમાં કાળભૈરવ મંદિરે ભાઈ બીજ નિમિત્તે યોજાતો મેળો બંધ, દર્શન માટે મંદિર ખુલ્લું રખાયુ

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૈરવદાદાને નાયનરમ્ય ફૂલોની આંગી કરાઈ કાળ ભૈરવ દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

પાટણ શહેરના કાળભૈરવ મંદિરે ભાઈ બીજ નિમિત્તે સાંજે મેળો ભરાય છે. જોકે, કોરોના મહામારીના કારણે ટ્રસ્ટી મંડળ દ્વારા આ મેળો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ કાળ ભૈરવ દાદાના દર્શન માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. જ્યા ભૈરવદાદાને નાયનરમ્ય ફૂલોની આંગી કરાઈ હતી. જેના દર્શનનો લાભ ભકતોએ લઇ ધન્યતા અનુભવી હતી.

પાટણ શહેરના પારેવા સર્કલ વિસ્તારમાં પૌરાણિક શ્રી કાળ ભૈરવનું ભવ્ય મંદિર આવ્યું છે. જ્યાં.ભાઈબીજનો લોકમેળો ભરાઈ છે. જોકે, કોરોનાના કારણે આ વર્ષે લોક મેળો બંધ રાખવામાં આવ્યો છે. પરંતુ દાદાના દર્શન માટે મંદિર ખુલ્લું રખાયું હતું. ભાઈ બીજ નિમીતે ભૈરવ દાદાને સુંદર રંગબેરંગી ફૂલોની નયનરમ્ય આગી કરાઈ હતી. જેના દર્શન કરી ભાવિક ભકતોએ ધન્યતા

અનુભવી હતી. મંદિરમાં ભીડ ન થાય તે પ્રમાણે ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ રાખી દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...