તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેરીટ બેઝ પ્રોગ્રેશન:એલએલબીમાં નાપાસ અને અસંતુષ્ટ છાત્રો ફરી લેખીત પરીક્ષા આપી શકશે

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અગાઉના સેમ.માં નાપાસ થયેલા છાત્રો આ સેમ.માં પણ નાપાસ થયા
  • મેરીટ બેઝ પ્રોગ્રેશનથી પરિણામ જાહેર કરતાં કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થયા

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા એલએલબી સેમ 2 અને 4 ના રિઝલ્ટ મેરીટ બેઝ પ્રોગ્રેશનથી જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અગાઉના સેમિસ્ટરમાં નાપાસ થયેલા તમામ છાત્રો આ સેમિસ્ટરમાં પણ નાપાસ થતા અંસતોષ જોવા મળ્યો છે.

યુનિ. સંલગ્ન લો કોલેજોમાં સેમ 2 અને 4 અભ્યાસ કરતા છાત્રોની પરીક્ષા કોરોનાને લઇ મોકૂફ રાખી મેરીટ બેઝ પ્રોગ્રેશન મુજબ પરિણામ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં એલએલબીમાં સેમિસ્ટર 1માં અને સેમિસ્ટર 3 માં જે છાત્રોને પરીક્ષાઓમાં જે તે વિષયમાં એટીકેટી આવેલ હતી અથવા સેમિસ્ટરમાં નાપાસ થયેલા હતા. તેમનું સેમિસ્ટર 3 અને 4 નું પરિણામ પણ અગાઉના સેમિસ્ટર મુજબ જ આવ્યું છે. જેમાં કોઈ સુધારા વધારા કે ફેરફાર થયા નથી.

અગાઉના ગુણ આધારે પરિણામ જાહેર કરાયું : પરીક્ષા નિયામક
પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે એલએલબીમાં ઇન્ટર્નલ પરીક્ષા ન હોઈ અગાઉ સેમિસ્ટરમાં એક્સ્ટર્નલ પરીક્ષામાં જે ગુણો મેળવ્યા હતા એજ પરીક્ષાના ગુણો 100 ટકા ગણી તેમનું આ સેમિસ્ટરનું પરિણામ જાહેર કર્યું છે. અગાઉ જે પરિણામ હતું એજ પરિણામ મળ્યું હશે. પરિણામમાં ગુણોની પદ્ધતિ વેબસાઈટ પર મુકેલ છે. છતાં અસંતોષ છે તેવા છાત્રો લેખિત પરીક્ષાઓ ફરી આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...