તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રાની તૈયારી:પાટણના જગદીશ મંદિરમાં બિરાજમાન ભગવાનને આંખે પાટા બાંધી નેત્ર પૂજન વિધિ યોજાઈ

પાટણએક મહિનો પહેલા
  • પંચામૃત દ્વારા નેત્ર પૂજન કરવામાં આવ્યા

પાટણ શહેરમાં 139મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ભગવાનના ત્રણે રથોને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે, તો આજે સોમવારે જગદીશ મંદિર ગર્ભગૃહ પરિસર બહાર લાવી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની આખે પાટા બાંધી શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે નેત્ર પૂજન કરવામાં આવ્યું હતું. તે આગામી શનિવાર સુધી ધર્મ પ્રેમી જનતાને ભગવાનના દર્શન માટે બહાર રાખવામાં આવશે.

પાટણના જગદીશ મંદિર ખાતે બિરાજમાન ભગવાન જગન્નાથજી, ભાતા બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની આંખો ઉપર સોમવારના સવારે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે નેત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જગદીશ મંદિરના પુજારી કનુંભાઇ પુજારીએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજી, ભાતા બલભદ્રજી અને બહેન સુભદ્રાજી મામાના ઘરે જતા તેમને આંખો આવતા પરંપરા અનુસાર ભગવાનની આખો ઉપર મધ સાકર, વરિયાળી ગુલાબજળ તજલવીંગના રસ મળી પંચામૃત દ્વારા નેત્ર પૂજન કરવામાં આવ્યા છે. આ ભગવાનને બાંધેલા પાટા શનિવારે ખોલવામાં આવશે.

શનિવારે યજમાન પરિવાર ના ઘરે થી મામરું નીકળશે .જયારે રવિવારે મંદિર પરિસરમાં ભગવાનો મહા અભિષેક થશે .તેવું મંદિર ના પૂજારી કનું ભાઈ મહારાજએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...