તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રાની તૈયારી:પાટણમાં પ્રસિધ્ધ જગન્નાથ મંદિર ખાતે નેત્ર પાટા ખોલવાની વિધિ કરાઈ, શ્રદ્ધાળુઓએ તેજોમય દ્રષ્ટિના દર્શન કર્યા

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રદ્ધાળુ ભક્તોએ જગન્નાથના જાયઘોષ સાથે શીશ નમાવ્યું હતું
  • કોરોના મહામારી નાબૂદ થાય તેવા ભાવ સાથે 1008 માસ્ક અને સેનેટિઝરની આંગી કરાઈ

પાટણમાં ભગવાન જગન્નાથજીના 139માં રથોત્સવને મંજૂરી મળતા હજારો શ્રધ્ધાળુમાં આનંદઉત્સવની લાગણી છવાઈ ગઈ છે. પ્રાચીન જગન્નાથ મંદિર ખાતે રથયાત્રા પૂર્વે યોજાતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અનુસંધાને ભગવાન જગન્નાથ, અને ભ્રાતા બાલભદ્રના નેત્ર પાટા ખોલવાની વિધિ ધર્મમય માહોલમાં યોજાઈ હતી. જ્યાં પ્રભુના પ્રથમ દષ્ટિના તેજના દર્શન કરવા શ્રદ્ધાળુ ભક્તોએ જગન્નાથના જાયઘોષ સાથે શીશ નમાવ્યું હતું.

મંદિરના ગર્ભગૃહમાં વિશ્વિક કોરોનાની મહામારીની બીમારી પ્રભુ હરિ લે તેવા ભાવ સાથે 1008 માસ્ક અને સેનેટિઝરના મનોરથ આંગીના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જગત નિયતાની આરતી ઉતરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તોએ જય રણછોડ માખણચોરના નારા સાથે સમગ્ર વાતાવરણ રસ તરબોળ કરી દીધું હતું.

જગન્નાથ મંદિરના પૂજારી કનુભાઈ શુક્લએ જણાવ્યું હતું કે ભગવાનના આખે પાટા ખોલવાની વિધિ સંપન્ન કરવામાં આવી છે અને પ્રભુ કોરોના મહા મારીના સંકટ માંથી સૌ કોઈને ઉગારે અને આ બીમારી પોતાના આખોના તેજમાં ઉમેરી દે તેવો ભાવ પ્રગટ કર્યો હતો.

પાટણમાં દેશની બીજા નંબરની સૌથી પૌરાણિક ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અષાઢી બીજના રથયાત્રા ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે. ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રાને આંખે પાટા બાંધવામાં આવ્યા હતા જે શનિવારે સવારે ખોલીને પંચામૃત દ્વારા અભિષેક બાદ ભગવાનની ભવ્ય આરતી કરવામાં આવી હતી. તો વિશેષ પાટણ શહેર કોરોના મુક્ત બને માટે માસ્ક અને સેનેટાઈઝરની આંગી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો માહિતી માં જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો હતો.

પાટણ શહેરમાં જગન્નાથજીની 139મી રથ યાત્રાની મંજૂરી મળતા આજે પાટણ જગદીશ મંદિર ખાતે ગુજરવાડો, જયરામજી અનેઘીમટા યુવક મંડળના ખલાસીઓના RTPCR ટેસ્ટ કારવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ ખલાસીના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...