ભાડામાં વધારો:પાટણથી અંબાજી જતી એક્સ્ટ્રા બસોમાં ભાડામાં રૂ.33 વધારો

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ-અંબાજી બસનું ભાડું રૂ.95 હાલ ભાદરવી પૂનમના મેળાને લઈ રૂ.128ની વસુલાય છે
  • 50થી વધુ મુસાફરો માટે એક્સ્ટ્રા બસ દોડાવાશે : પાટણ ડેપો મેનેજર

ભાદરવી પુનમે અંબાજી જતાં યાત્રાળુઓને અંબાજીથી પાટણ તરફ પરત આવવા માટે પાટણ એસ.ટી.ડેપો તરફથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું છે.પાટણથી અંબાજી જતી એક્સ્ટ્રા બસોમાં ભાડામાં રૂ.33 વધારો પાટણથી અંબાજી જતી રેગ્યુલર ભાડું રૂ.95ની બદલે રૂ.128 વસુલાત કરાઈ રહી છે.

અંબાજીથી પાટણ તરફ પરત આવવા માટે પાટણ એસ.ટી.ડેપો તરફથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું છે. જેથી જો કોઈપણ પગપાળા યાત્રી સંધ દ્વારા અંબાજીથી પાટણ પરત આવવા માટે એસ.ટી.બસની સેવા લેવાની હોય તો હિતેશભાઈ પટેલ 7600023615, કેતનભાઈ ભટ્ટ 9429725090, જશુભાઈ પટેલ 9726475885 સંપર્ક કરવાનો રહેશે. વધુમાં જણાવવાનું કે, પાટણથી અંબાજી ખાતે જવા / આવવા સારૂ પણ 50 કરતાં વધુ મુસાફરો મળશે તો પણ એસ.ટી.બસની સગવડ પુરી પાડાશે તેમ પાટણ એસ.ટી. ડેપો મેનેજર પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું.

ભાદરવી પૂનમે અંબાજી લઈ એક્સ્ટ્રા બસો સંચાલનમાં રોકાયેલી હોય પાટણ ડેપોની રાત્રી રોકાણ વાળા રૂટ બચકવાડા, ખારેડા, જસુપુરા, બસુ અને નડાબેટમાં બસ રાત્રી રોકાણ કરશે નહીં.પાટણથી વાયા પાલનપુર અંબાજીના 130 કિલોમીટરનું રેગ્યુલર ભાડું રૂ.95 છે જ્યારે મેળા માટે એક્સ્ટ્રા સંચાલન કરેલ બસમાં રૂ.128 વસૂલાઈ છે. પાટણથી વાયા ખેરાલુ, સતલાસણા, મુનાવાસ, હરાદથી અંબાજી 154 કિલોમીટરનું એક્સ્ટ્રા ભાડું 128 રૂપિયા છે. એસટી બસએ નક્કી કરેલ 50 + 15 ફુલ 65 પેસેન્જર સાથે જ એસટી બસનું સંચાલન કરવાનું રહેશે.આધારભૂત સૂત્રો જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...