માર્ગદર્શન:પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં હાઈડ્રોપોનિક્સ વિશે નિષ્ણાત-ચર્ચા અને વર્કશોપ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આજે 3જી જાન્યુઆરી 2023 ના રોજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકો માટે ઇનોવેશન ક્લબ અંતગર્ત હાઇડ્રોપોનીક્સ (જળ-કૃષિ) વિશે નિષ્ણાત-ચર્ચા અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોએ ભાગ લીધો હતો.

નિષ્ણાત ગાઈડ દ્વારા આ વર્કશોપમાં જળકૃષિ (હાઇડ્રોપોનીક્સ) પદ્ધતિની વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જળકૃષિમાં વપરાતા યંત્રો જેમ કે પોષક પ્રવાહ સિસ્ટમ, તાપમાન નિયંત્રણ, પીએચ નિયંત્રણ, ટપક પ્રણાલી, હુમિડિટી મીટર, વગેરેનું નિદર્શન અને તેના ઉપયોગ દ્વારા કેવી રીતે ખેતીને આધુનિક તથા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા તેના વિશે મહત્વપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...