લીંબુએ ખટાશ પેદા કરી:હારીજનાં કાઠી ગામમાં મોંઘા લીંબુએ બે પરિવાર ઝગડો કરાવ્યો, મારામારી થતાં ફરિયાદ નોંધાઇ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીંબુ લેવા જેવી નજીવી બાબતે બે પરિવારો બાખડ્યા હતા

પાટણ જિલ્લાના હારીજનાં તાલુકાનાં કાડી ગામે અત્યારે મોઘાદાટ બની ગયેલા લીંબુએ બે પરિવાર વચ્ચે ખટાશ પેદા કરવાનું કામ કર્યુ હતું. લીંબુ લેવા જેવી નજીવી બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને મારામારી થઇ હતી.

હારીજનાં કાઠી ગામે રહેતા હંસાબેન વાલજીજી સોનાજી ઠાકોરનાં ઘેર તેમનાં કુટુંબનાં અનિતાબેન આવીને હંસાબેનની દીકરીને લીંબુ લેવા બાબતે ઠપકો આપવા લાગી હતી. જેથી દીકરીએ લીંબુ નહીં લીધાનું જણાવ્યું હતું. જેથી તેની માતાએ અનિતાબેનને સમજાવતાં તે સમજ્યા વિના ઘરે ગયા હતા. થોડી વાર પછી અનિતાબેન તેમનાં પતિ સાથે હંસાબેનના ઘરે આવીને કહેલું કે, આ બંને જણા લીંબુ લાવવા માટે તમારી દીકરીને શિખવાડો છો? તેમ કહી ગાળો બોલીને બોલાચાલી કરીને ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપીમાં સોનાનું પેન્ડલ ક્યાંક પડી ગયું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...