કામગીરી:ગામડાઓમાં આયુષ્માન કાર્ડ કાઢવા ઇ-ગ્રામ સેન્ટર રજિસ્ટર કરવા કવાયત

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ તાલુકા હેલ્થ ઓફિસર પાસે વી.સી.ઇની યાદી તાત્કાલિક મંગાવી

પાટણ જિલ્લામાં આરોગ્ય તંત્ર ગામડાઓમાં આયુષ્માન ભારત કાર્ડ બનાવવા ઇ-ગ્રામ સેન્ટર રજિસ્ટર કરવા માટે કામગીરી શરૂ કરી છે. પાટણ જિલ્લામાં કેટલીક ઇ-ગ્રામ પંચાયતના વી.સી.ઇ.ને લોગઇન આઈડી આપી ન હોવાથી ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડ કઢાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે અંગે જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી. જેના પગલે આયુષ્માન ભારત કાર્ડ બનાવવા ઇ-ગ્રામ સેન્ટર રજિસ્ટર કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કામગીરી હાથ ધરી છે.જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસરો પાસે આયુષ્માન કાર્ડ કાઢી શકતા હોય અને તેમની પાસે એનરોલમેન્ટ કામગીરી માટે લેપટોપ અને ફિગર ડિવાઇસ હોય તેવા ગ્રામ સેન્ટરના વી.સી.ઇ.ના નામ મોબાઈલ નંબર અને ઇમેલ આઇડીની તાત્કાલિક યાદી માંગવી છે. આ યાદી મળ્યા બાદ ઇ-ગ્રામ સેન્ટરને આયુષ્માન કાર્ડ માટે રજિસ્ટર કરવા કાર્યવાહી હાથ ધરાશે.

આ અંગે જિલ્લા આરોગ્ય તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં 200 જેટલા ઈ-ગ્રામ સેન્ટરો આયુષ્યમાન કાર્ડ માટે રજિસ્ટર થયેલા છે. બાકીના સેન્ટરો રજિસ્ટર કરવા માટે આયુષ્યમાન કાર્ડ કાઢી શકતા હોય અને લેપટોપ તેમજ ડિવાઈસીસ હોય તેવા વી.સી.ઇ.ની માહિતી માંગવામાં આવી છે તે મળ્યા બાદ ગાંધીનગર મોકલવામાં આવશે અને ત્યાંથી રજિસ્ટર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...