• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Executive Meeting Of Patan University Approves Seven Colleges For MSC Study Sequence, MBBS Marks Scam Students Present For 4th Sem Exam

કારોબારી બેઠક:પાટણ યુનિ.ની કારોબારી બેઠકમાં MSCના અભ્યાસ ક્રમ માટે સાત કોલેજોને મંજૂરી, MBBS ગુણ કૌભાંડનાં વિદ્યાર્થીઓએ ચોથા સેમની પરિક્ષા લેવા રજૂઆત કરી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી બાંધકામના ચાર કામોનાં બીલો મંજૂર કરાયા
  • સેમ 1 થી 4 ની ​​​​​​​સેમેસ્ટર પદ્ધતિની પરિક્ષાનું મુલ્યાંકન જે તે કોલેજને સોપવા વિચાર વિમર્શ કરાયો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે શનિવારના રોજ કુલપતિ ડોક્ટર જે જે વોરાના અધ્યક્ષ સ્થાને કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં એમએસસીના અભ્યાસ ક્રમ માટે સાત કોલેજોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. તેમજ યુનિવર્સિટીમાં વર્ષોથી ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓના વેતનમાં વધારો કરાવા બાબતે કમિટીની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ચાર જેટલા બાંધકામોના બીલ મંજૂર કરવા બાબતે કારોબારી સભ્ય ડો.દિલીપ પટેલના વિરોધ સાથે મંજૂર કરવામાં આવી હતી. સેમ 1 થી 4 ની સેમેસ્ટર પદ્ધતિની પરિક્ષા નું મુલ્યાંકન જે તે કોલેજ દ્વારા કરવામાં આવે તે માટે પણ આ બેઠકમાં વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

આ કારોબારી બેઠકની શરૂઆતમાં દરેક કારોબારી સભ્યોને કારોબારીની બેઠકની જાણ સારૂ એક સપ્તાહ પહેલા એજન્ડા બજાવવા ડો દિલીપ પટેલની લેખિતમાં કરાયેલી રજૂઆતને સૌએ સમર્થન આપ્યું હતું.
વિદ્યાર્થીઓને હૈયાધારણા આપવામાં આવી
યુનિવર્સિટી ખાતે મળેલી કારોબારી બેઠકની શરૂઆતમાં યુનિવર્સિટી એમબીબીએસ ગુણ કૌભાંડનાં ત્રણેય વિદ્યાર્થીઓ અશોકભાઈ મહેશ્વરી નામના વાલી સાથે રજૂઆત કરી હતી કે, જ્યાં સુધી આ કેસનો નિર્ણય ના આવે ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી કંઈ અજુગતું કરી બેસે તેના કરતાં તેઓની ચોથા સેમની પરિક્ષા લેવામાં આવે ભલે વિદ્યાર્થીઓના પરિણામ પેન્ડીગ રાખવામાં આવે. આ મામલે સરકાર દ્વારા સીઆઈડી તપાસ ચાલી રહી હોય છતાં વિધાર્થીઓની રજુઆતને ધ્યાનમાં રાખીને આ બાબતે સરકારને પત્ર લખીને જાણ કરવામાં આવશે તેવી હૈયાધારણા વિદ્યાર્થીઓને અને તેના વાલીઓને આપી હતી.
યુનિવર્સિટી ખાતે કુલપતિ ડો.જે.જે.વોરાના અધ્યક્ષ સ્થાને મળેલી કારોબારી બેઠકમાં યુનિવર્સિટીના કા.રજિસ્ટાર, હિસાબી અધિકારી ડો કે.કે.પટેલ, સભ્ય શૈલેષ પટેલ, દિલીપ ચૌધરી, ડો.દિલીપ પટેલ,ડો એસ એસ ભટ્ટ,અનિલ નાયક સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...