140મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ:પાટણમાં જગન્નાથની રથયાત્રામાં 100 જેટલી અલગ અલગ ઝાંખીઓ જોડાશે, 15 હજાર મણ મગ અને ચણાની પ્રસાદ વિતરણ કરાશે

પાટણ13 દિવસ પહેલા
  • જે માર્ગો પરથી પસાર થશે ત્યા ખોદકામ પર રોક લગાવાઈ

અષાઢી બીજે પાટણ શહેરમાં ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા માટે જય રણછોડના સાથે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલભદ્રજીના રથ મંદિર સંકુલમાં લાવવામાં આવ્યા હતા. શનિવારે જગત નિયંતાને મંત્રોચ્ચાર સાથે આંખે કાળી દ્રાક્ષ, વરિયાળી સાકરનું પાણી આજી આંખે પાટા બાંધવામાં આવશે. આ ઉપરાંત રથયાત્રા જ્યાં સુધી સંપન્ન ન થાય ત્યાં સુધી રથયાત્રાના રુટ પર કોઈપણ પ્રકારનું ખોદકામ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

100 જેટલી અલગ અલગ ઝાંખી રથયાત્રામાં જોડાશે.
પાટણ 140મી રથયાત્રા જે રાજમાર્ગો પરથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ નીકળવાના છે એ માર્ગો જગન્નાથ મંદિર, હિંગળાચાચર, ચતુર્ભુજ બાગ સહિત ત્રણ દરવાજા સહિત વિસ્તારમાં 50 જેટલી કમાનો ઉભી કરી છે. તો 100 જેટલી અલગ અલગ ઝાંખી રથયાત્રામાં જોડાશે. ભક્તો માટે 15 હજાર મણ મગ અને ચણાની પ્રસાદ વિતરણ કરાશે. તો કાલથી રથની સફાઈ શરૂ કરવામાં આવશે.

જયઘોષથી મંદિર પરીસરને ગુંજી ઉઠ્યું
ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રાને લઈ ગુરુવારેના દિવસે રથયાત્રા સમિતિના ઉત્સાહી સભ્યો દ્વારા રથયાત્રાના પાવન દિવસે નગરજનોને સામે ચાલીને દર્શન આપવા માટે જે રથમાં ભગવાન જગન્નાથ સહિત ભાઈબલભદ્ર અને બહેન સુભદ્રા બીરાજવાના છે. તે ત્રણેય રથોને ગુરુવારે જય રણછોડ માખણચોરનાં જયઘોષ સાથે મંદિર પરીસર ખાતે લાવવામાં આવ્યા હતા. જયાં સમિતિના કાર્યકર્તાઓ તેમજ રથ ખેંચનાર ખલાસીઓએ જગન્નાથ ભગવાનનો જયઘોષ કરી સમગ્ર મંદિર પરીસરને ગુંજવી મુક્યુ હતું.

ખોદકામ કરવા પર મનાઈ
આ ઉપરાંત જગન્નાથની 140મી રથયાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે. તે માર્ગ પર મોબાઇલ કંપનીઓ દ્વારા ખોદકામ ચાલુ હોય આવા કામથી રથયાત્રા સમયે દુર્ઘટના બનવાની શકયતાઓને પગલે કોઈપણ પ્રકારનું ખોદકામ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...