સ્પષ્ટીકરણ:યુનિવર્સિટી એ જાહેર કરેલ ટાઈમ ટેબલ મુજબ પરીક્ષા ઓફલાઇન જ લેવાશે : કુલપતિ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા આગામી 27 ડિસેમ્બર થી શરૂ થતી પરીક્ષાઓ કાર્યક્રમ મુજબ ઓફલાઈન જ લેવામાં આવનાર હોય છાત્રોને મુંઝવણ દૂર કરવા કુલપતિ દ્વારા પરીક્ષા મામલે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં લેવાનારી ઓફલાઈન પરીક્ષાનાં વિરોધમાં nsuiના કાર્યકર અને કેટલાક છાત્રો માંગ કરી હોય ફેરફાર થવાના અણસારને લઇ છાત્રો પરીક્ષાની તૈયારી મામલે મુંઝવણમાં હોય મંગળવારે કુલપતિ દ્વારા પરીક્ષા મામલે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું.

કુલપતિ ડૉ.જે.જે.વોરાએ જણાવ્યું હતું કે પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષાનું ઓફ લાઈન ટાઈમટેબલ તૈયાર કરી જાહેર કરવામાં આવેલ મુજબ પરીક્ષાઓ યોજાનાર હોય તમામ વિદ્યાર્થીઓને ઓફલાઈન પરીક્ષાની તૈયારીમાં લાગી જવા તેમજ વિદ્યાર્થીઓએ બીજી કોઈ બાબત માં ન આવવા અને પરીક્ષા રાબેતા મુજબ જ ચાલુ રહેશે તેવી અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...